________________
સ્વાધ્યાય સંચય : ૨૪૧
તીર્થ અનુપમ ઉદ્ભવ પામ્યું, અદ્ભુત સત્સંગ ધામ; પ્રભુ ૦ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ એ, પાસે અગાસ ગામ. પ્રભુ ૦ ૧૪ સમ્યગ્દર્શન જ્ઞાન ચરણરૂપ, શાશ્વત મુક્તિમાર્ગ; પ્રભુ વીર પ્રભુએ પ્રગટ પ્રબોધ્યો, લુપ્ત-પ્રાય દુર્ભાગ્ય: પ્રભુ - ૧૫ એ સન્માર્ગ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રથી પ્રાપ્ત; પ્રભુ આખો મોક્ષાર્થી ભવ્યોને, ભાવદયાથી વ્યાપ્ત. પ્રભુ - ૧૬ ભાગ્યવંત બહુ તત્ત્વપિપાસુ, પામ્યા શાંતિ અપાર; પ્રભુ ૦ તસ્વામૃતનું પાન કરીને, સાધે સિદ્ધિ સાર. પ્રભુ . ૧૭ બોધિ સમાધિ શાશ્વત સિદ્ધિ, હેજે આજ સધાય; પ્રભુ એ ઉપકાર અહો! પ્રભુશ્રીના, પળ પણ કેમ વિસરાય? પ્રભુ ૦ ૧૮ ધન્ય પ્રભુશ્રી કરુણામૂર્તિ, ભાવ પ્રાણ દાતાર, પ્રભુ ૦ અજરામર અવિનાશી પદ દઈ, ધન્ય જીવન કરનાર. પ્રભુ ૦ ૧૯ સહજ સ્વરૂપે નિશદિન રમતા, જ્ઞાન વિરાગ અથાગ પ્રભુ ૦ ભાવ-અંજલિ આજ અર્પીએ, લહીએ ભવનો તાગ. પ્રભુ - ૨૦ ઓગણીસો બાણું વૈશાખ, શુકલા અષ્ટમી સાંજ; પ્રભુ સ્વરૂપ સમાધિ વહી આશ્રમમાં, ખિન્ન મુમુક્ષુ સમાજ. પ્રભુ - ૨૧ નંદનવન સમ અનુપમ આશ્રમ, દીપે આજ સતેજ; પ્રભુ આપ અલિપ્ત રહીને નિજ પર, શ્રેય કર્યું ધરી છે. પ્રભુ ૦ ૨૨ પ્રશમ રસ ભરી મૂર્તિ પ્રભુની, ભાળી આત્માકાર, પ્રભુ રાગ વધુનો જીવ તજી ઝટ, આત્મરામણ ઉર ધાર. પ્રભુ ૦ ૨૩
અંગૂઠે સૌ તીરથ વસતાં, સંતશિરોમણિ રૂપેજી, રણદ્વીપ સમ દિપાવ્યો આશ્રમ, આપ અલિપ્ત સ્વરૂપેજી; સમજી અત્યંત શમાયા સ્વામી કદીએ નહિ છલકાયાજી, અબળા, બાળ ગોપાળ બધાને, શિર છત્રની છાયાજી. ૧ ૧. હેત, ઉમળકો. ૨. શરીરનો.