________________
૨૪૦ : સ્વાધ્યાય સંચય
=
=
શાંતમૂર્તિ લઘુરાજ પ્રભુશ્રી, અદ્ભુત મુદ્રા સાર; પ્રભુ બોધિ સમાધિ શાશ્વત શાંતિ, આત્મદશા દાતાર. પ્રભુ - ૨ ઓગણીસો દશ વિક્રમ વર્ષે, જન્મ વટામણ ગ્રામ; પ્રભુ ચારુતરના ભાલ પ્રદેશે, સુખ સંપદ અભિરામ. પ્રભુ - ૩ દેહ વિષે ત્યાં વ્યાધિ પ્રસંગે, પામ્યા અતિ વૈરાગ્ય, પ્રભુ ત્રીશ વરસની વય, ખંભાતે, ગ્રહી દીક્ષા વડભાગ. પ્રભુ ૪ પાંચ વર્ષ ગુરુ આજ્ઞા માંહે, કર્યો ઘણો પુરુષાર્થ; પ્રભુ છતાં ન પામ્યા આત્મદશા કે, લહ્યો નહીં પરમાર્થ. પ્રભુ - ૫ શા માટે મેં દીક્ષા લીધી? આત્મજ્ઞાનને કાજ; પ્રભુ આત્મજ્ઞાન જો પ્રગટયું નહિ તો, વ્યર્થ મુનિનો સાજ. પ્રભુ ૦ ૬ આત્મજ્ઞાન વિણ જન્મ ટળે ના, ટળે ન દુખસંસાર; પ્રભુ ૦ આત્મજ્ઞાની ગુરુ જો હું પામું તો, તરી જાઉં ભવપાર. પ્રભુ ૦ ૭ એવી ઉરમાં જાગી પિપાસા, તત્ત્વામૃત પાનાર; પ્રભુ જ્ઞાનમૂર્તિ ગુરુ રાજચંદ્ર ત્યાં, મળ્યા સફળ અવતાર. પ્રભુ - ૮ અંતર્મુખ ઉપયોગે રહેતાં, આજ્ઞામાં એકતાર, પ્રભુ વસો મુકામે, ચોપન સાલે, આત્મજ્ઞાન લસું સાર. પ્રભુ - ૯ દિન દિન અંતુર્મુખ ઉપયોગે, દશા શાંત મનોહર, પ્રભુ ગિરિ ગુફા જંગલ વિચરંતા, એકાંતે વસનાર. પ્રભુ ૦ ૧૦ ઇડર ગિરિ પર સાતે મુનિઓ, રાજ ગુરુવર સંગ. પ્રભુ અનુપમ બોધ પસાદી પામી, પામ્યા રંગ અભંગ. પ્રભુ ૦ ૧૧ જ્ઞાનદશાને ગુપ્ત રાખીને, વિચર્યા વર્ષ અનેક; પ્રભુ સમતા ભાવે પરિષહ સહતા, ધરતા દય વિવેક. પ્રભુ ૧૨ ઓગણીસો છોતેરથી વધતો, ઝળક્યો પુણ્યપ્રકાશ, પ્રભુ ભવ્ય જનોને ઉધરવાને, મંગળમૂર્તિ પાસ. પ્રભુ ૦ ૧૩
!