________________
૨૨૮ : સ્વાધ્યાય સંચય
કરુણા કરો! કરુણા કરો! હે રાજેશ્વર શ્રીરાજ! હવે વાર ઝાઝી ના કરો! હે વ્હાલસોયા રાજ! ભયભીત સંસારથી, હે ભક્તવત્સલ રાજ! બળુ છું ત્રિવિધના તાપથી, રૈલોક્યનાયક રાજ! મને લઈ જા તારા ધામમાં, હે અધમ તારણ રાજ! તું પ્રગટ થા મુજ પ્રાણમાં, હે પતિતપાવન રાજ! મારો આત્મદીપ જલાવી દે, જોતિ સ્વરૂપ હે રાજ! તુજ સ્વરૂપમાં સમાવી દે, સહજાત્મ સ્વરૂપી રાજ! હે! દીનવત્સલ રાજ! મારો જીવ જલે તુજ કાજ. ૫
—–
સ્મરણાંજલિ કાવ્યો
કરીને અમને અનાથ પ્રભુ! કરીને અમને અનાથ પ્રભુ તમે ક્યાં ગયા? ભાળે અંતર ક્ષણ ક્ષણ આજ વિયોગ જો; સંત સમાગમ છે જગમાં દુર્લભ ઘણો, પ્રાપ્ત હતો સત્સંગ અલૌકિક યોગ જો. –કરીને ૦ ૧ લઈ ન શક્યા કંઈ લાભ પૂર્વ દુર્ભાગ્યથી; આ કારણ મન વ્યાકુલ, પશ્ચાત્તાપ જો; ગુપ્તપણે છે સૃષ્ટિ મળે સંતો ઘણા, કરી સુશોભિત ગુર્જર ભૂમિ આપ જો. –કરીને ૨ શ્રદ્ધાની પ્રતિમા શોધું પણ ના મળે, દૂર થયો તું ભક્તિનો અવતાર જો; રોમ રોમમાં શ્રીમદ્ રૂપ વસ્યું હતું, માન્યો જેણે નીરસ આ સંસાર જો. –કરીને ૦ ૩