________________
સ્વાધ્યાય સંચય : ૨૨૭
પ્રભુ મુજને તારો! ઉગારો! ઉગારો! મૂકી મસ્તકે હાથ ધોને સહારો; ક્ષમાવંતને ઝાઝું કહેવું ઘટે ના. મંદિરે...૫ અંતરની જ્યોતિ પ્રગટાવી જાઓ! મનોહર મુખડું દરશાવી જાઓ! અમી આતમાનાં છલકાવી જાઓ, દિલાસાથી દિલનું દુ:ખ જશે ના. મંદિરે...૬
હે દીનવત્સલ રાજ! મારો જીવ જલે તુજ કાજ, તારી અવિચલ ભક્તિ વિણ મુજ જીવન એળે જાય; ક્ષણ ક્ષણ ભયંકર મૃત્યુ શી વ્યાધિથી પ્રાણ પીડાય, હે નાથ! છું તુજ આશરે, પત રાખજે શિરતાજ.
મારો જીવ જલે તુજ કાજ... હે દીન ૦ ૧ મને પ્રાણથી પ્યારી પ્રભુ તારા વિયોગમણી વ્યથા, મને શાંત કરતી એક મારા રાજની વહાલી કથા; મને ઝંખના છે એક વેળા દે તું મુજને અવાજ,
મારો જીવ જલે તુજ કાજ... હે દીન ૦ ૨. હું છું અહલ્યા, રામ તારી વાટડી જોઈ રહી, તારા સુકોમલ ચરણ સ્પર્શની આશમાં જીવી રહી; મને તારજે! હે અલખના દરબારના અધિરાજ!
મારો જીવ જલે તુજ કાજ... હે દીન ૦ ૩ હે શાંતિના સુખધામ ને આનંદના ઉદધિ મહા, તુજ શાંતિ ગંભીર મુખકમલ, અમીથી ભર્યા નયનો અહા; જીવ્યા લગી જોયા કરું, હે રાજ! મારા રાજ!!!
મારો જીવ જલે તુજ કાજ... હે દીન - ૪