________________
સ્વાધ્યાય સંચય : ૧૯૯
કામક્રોધાદિ નિર્મળ જેથી બને, આપના બોધથી શાંતિ પામું, સર્વ અભિલાષનો નાશ કરો મોક્ષની, એક આશા સદા ઉર ધારું. કાળ અનંતા થકો, કર્મ કૂટો રહ્યો, તે થકો થાકો નિર્વેદ વેદું, આપ સમ સંતની વાણીમાં લીનતા, સાથ આસ્થા ધરું ઉરમાં હું.
હે કૃપાળુ ૦ ૩ આમ આત્મા તણો ઘાત થતો ટાળવા, સર્વ પ્રત્યે દયા શુધ્ય ધારું, કાળ કળી છે રહું ચેતતો નિત્ય હું, સ્વામિભક્તિ વિષે ચિત્ત મારું, સુખ દુ:ખ વાદળાં, શ્વેત ને શામળાં, કલ્પનારૂપ ના કોઈ સાચું, આપની જ્યાં કૃપા, મુજ મનમાં વસી, શુધ્ય ધ્યાને અહોનિશ રાચું.
હે કૃપાળુ - ૪
શ્રી દેવદિવાળી પર્વનો, મહોત્સવ મંડાય. અષ્ટાદિક એ આજથી, આનંદ મંગલ થાય. પરમ કૃપાળુ દેવ શ્રી રાજચંદ્ર ગુરુ રાઈ. કૃપા કરો કિંકર ઉપર, તો તુજ કીર્તન થાય. નવીન વર્ષમાં પર્વ આતુજ કૃપા દેનાર; સફળ કરે નર જન્મને કરી કલ્યાણ અપાર.
– – ––
આતમ સાખે ધર્મ જે, તિહાજનનું શું કામ? જનમનરંજન ધર્મનું મૂળ ન એક બદામ, દૂર રહિજે વિષયથી, કીજે શ્રુત અભ્યાસ. સંગતિ કીજે સંતની, હુઈએ તેહના દાસ” –