________________
સ્વાધ્યાય સંચય : ૧૯૫
રાગી કેવી મોહી બનતાં, આ જીવ કર્મ કમાય; યોગ ચલન-રૂપ આલ્બવદ્રારે, કાણી નાવ ભરાય રે.
અતિ ૦ ૮ સમ્ય દર્શન સમતા ભાવે, કર્મ નવાં રોકાય; વ્રત સમિતિ ત્રિગુપ્તિ દ્વારા, કાણાં સર્વે પુરાય રે.
અતિ ૦ ૯ અમુક સ્થિતિમાં સર્વે કર્મો, ક્ષણે ક્ષણે ક્ષય થાય; આત્મભાવમાં લય લાગે ત્યાં, જલદી નિર્જરી જાય રે.
અતિ ૦ ૧૦ ત્રિવિધ તાપે લોક બળે બહુ, રાગાદિકરૂપ આગ; ભોગ-તૃષાનો ત્રાસ સહે સૌ, શીતલ તું વીતરાગ રે.
અતિ ૦ ૧૧ દુર્લભ નરભવ સાચી શ્રદ્ધા, આત્મજ્ઞાન વૈરાગ્ય; બોધિ દુર્લભ અંત સુધી દઢ, ટકાવતા મહાભાગ્ય રે.
અતિ ૦ ૧૨ આત્મધર્મનો મર્મ બતાવે, તેવા ગુનો યોગ; શ્રત ધર્મે મન પ્રેમ ધરે જેમ, કંચન કામિની ભોગ રે.
અતિ ૦ ૧૩ ભક્તિ ભલી ભગવંત તમારી, સૌ સાધનનો સાર; પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે, મોક્ષ તણી નહિ વાર રે.
અતિ ૦ ૧૪
આજ દેવદિવાળી ૦
જન્મ્યા કળિકાળ કેવળી,
રાયચંદા દેવામાના લાલ રે. ભક્તોના અંતર ઠારવા,
રાજ પ્રગટયા જગત પ્રતિપાલ રે.
આજ દેવદિવાળી ૦