________________
૧૯૪ : સ્વાધ્યાય સંચય
૧
૨
અતિ આનંદકારી જનહિતકારી, ભવ દુઃખહારી નામ
તમારું નાથ, કરી કરુણા ભારી કલિમલ ટાળી, અતિ ઉપકારી ગ્રહો
ગુરુ મમ હાથ. દીન દયાળ તું પરમકૃપાળુ, હું અજ્ઞાની બાળ; દીન, હીન, આ અજ્ઞ શિશુની, લે પળ પળ સંભાળ રે.
અતિ ૦ ધન તન નારી પુત્ર મિત્રો સૌ, બે દિનના મહેમાન; સંધ્યારંગ સમાન સુકીર્તિ, વિષયો વિષ સમાન રે
અતિ ૦ ઇન્દ્ર નરેન્દ્ર ધન ધનંતરી, નહિ બચાવે કોય; કાળ આવી કરે કોળિયો, સત્ય શરણ તુજ હોય રે.
અતિ ૦ ભવ અટવીમાં ભારે દુઃખો, જન્મમરણનાં મુખ્ય સાંભળતાં પણ હૈયું કંપે, રાખો નહીં વિમુખ રે.
અતિ ૦ જન્મ-મરણ સુખ દુઃખ સર્વે, સહુ એકલો જીવ; પ્રિય પુત્રી સ્ત્રી સગાં પરિજન, કરે અનર્થ અતીવ રે.
અતિ ૦ અમર અજન્મા જીવ કોઈનો, પિતા પુત્ર નહિ થાય; દેહ ગેહ સૌ અન્ય જણાતાં, સત્ય તત્ત્વ સમજાય રે.
અતિ ૦ અશુચિ બીજે ઊપજે કાયા, અશુચિનું એ મૂળ; વહે દુર્ગધ સર્વે દ્વારે, ત્યાં મમતા એ ભૂલ રે.
અતિ ૦
૩
૪
૫
૭