________________
૧૬૦ : સ્વાધ્યાય સંચય
ઇંદ્રાણીઓ ચલિત કરવા આદરે જો પ્રકારો, તોયે થાતાં કદી નહિ અહા! આપને રે! વિકારો; ડોલે જો કે સકળ મહિધરો કલ્પના વાયરાથી, ડોલે તોયે કદી નવ અહા! મેરુ એ વાયરાથી. ૧૫ ક્યારે હોતાં નથી કદી અહા! ધૂમ કે વાટ જેમાં, એકી સાથે ત્રિભુવન-દીપે એ ખૂબી છે જ તેમાં; ના ઓલાયે કદી પવનથી હો કદીએ નમેરો, એવો કોઈ અજબ પ્રભુજી! દીવડો આપ કેરો. ૧૬ જેને રાહુ કદી નવ ગ્રસે અસ્ત થાતો નથી જે, આપ સૌને પ્રભુરૂપ રવિ-તેજ લોકોમહીં જે; જેની કાંતિ કદી નવ હણે વાદળાંઓ સમીપે, એવો કોઈ અભિનવ રવિ આપનો નાથ! દીપે. ૧૭ શોભે રૂડું મુખ પ્રભુતણું મોહ જેનાથી થાકે, જેને રાહુ પણ નવ ગ્રસે વાદળાંઓ ન ઢાંકે, શોભે એવો મુખ-શશિ અહો! હે પ્રભુ! આપ કેરો, જે દિપાવે જગત સઘળું ચંદ્ર જાણે અનેરો. ૧૮ અંધારાને પ્રભુમુખરૂપી ચંદ્રમા જો નસાડે, રાત્રે ચાંદો દિનમહીં રવિ માનવા તો જ આડે, જે ક્યારામાં શુભ રીત વડે શાલિ પાકી અતિશે, તેમાં ક્યારે પણ નવ અહા! મેઘનું કામ દીસે? ૧૯ જેવું ઊંચું પ્રભુમહીં રહ્યું જ્ઞાન ગાંભીર્યવાળું, બીજા દેવો મહીં નવ દીસે જ્ઞાન એવું રૂપાળું જેવી કાંતિ મણિમહીં અહા! તેજના પુંજ માપી, તેવી કાંતિ કદી નવ દીસે કાચની રે! કદાપિ. ૨૦
તેવી જાત મણિમહ૧ દીસે શાન ગાંભીર્યવાબ “
૨. ગિરિ, પર્વતો.