________________
૧૩૮ : સ્વાધ્યાય સંચય
સમજ સાર સંસાર મેં, સમજુ ટાલે દોષ; સમજ સમજ કરિ જીવહી, ગયા અનંતા મોક્ષ. ૨૧ ઉપશમ વિષય કષાયનો, સંવર તીનું યોગ; કરિયા જતન વિવેક સેં, મિટે કર્મ દુ:ખ રોગ. ૨૨ રોગ મિટે સમતા વધે, સમકિત વ્રત આરાધ; નિવૈરી સબ જીવ સે, પાવે મુક્તિ સમાધ. ૨૩
ઈતિ ભૂલચૂક મિચ્છા મિ દુક્કડ
શ્રી પંચપરમેષ્ટિ ભગવભ્યો નમ: અનંત ચૌવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; વર્તમાન જિનવર સવે, કેવલી દો નવ ક્રોડ. ગુણધરાદિ સબ સાધુજી, સમકિત વ્રત ગુણધાર; યથાયોગ્ય વંદન કરું, જિન આજ્ઞા અનુસાર,
એક નવકાર ગણવો પ્રણમી પદપંકજ ભી, અરિગંજન અરિહંત; કથન કરું હવે જીવનું, કિંચિત્ મુજ વિરતંત.
(અંજનાની દેશી) હું અપરાધી અનાદિ કો, જનમ જનમ ગુના કિયા ભરપૂર ; લૂંટીઆ પ્રાણ છ કાયના, સેવ્યાં પાપ અઢારાં કરૂર કે.
(હવેનું ગદ્ય મૂળ હિંદી ભાષામાં છે, તેનું ગુર્જર ભાષાંતર મૂક્યું છે.)
આજ સુધી આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ, કુદેવ અને કુધર્મની સહૃણા, પ્રરૂપણા, ફરસના સેવનાદિક સંબંધી પાપદોષ લાગ્યા તે સર્વે મિચ્છા મિ દુક્કડ.