________________
સ્વાધ્યાય સંચય : ૮૭
જિનપ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજ-સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫ ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિનદર્શન અનુયોગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ;
જગત ઇષ્ટ નહીં આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ નહીં તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ; મહાપાત્ર ને માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧
(૨)
આગે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ; આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨