________________
૮૬ : સ્વાધ્યાય સંચય
વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય ૫ યથાહેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય - ૬ આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય ૦ ૭ અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય ૦ ૮
વવાણિયા ફા. વદ ૧૨, ૧૯૫૩
–%– સરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. ૧ પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂછ્યું; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુંજ્ય. ૨ સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ, અપૂર્વવાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૩
નડિયાદ, આ૦ વદ ૨, ૧૯૫૨
|
શ્રી જિન પરમાત્મને નમ:
ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩