SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અમ્પા ચેવ દમય, અમ્પા હુ ખલુ દુદ્દમે; આપા દતે સુહી હેઈ, અરિસ લેાએ પરસ્થય, (૧૫) વિપરીત જતાં મનને નિશ્ચયપૂર્વક દમન કરે, કારણ કે આત્મદમન ખૂબ કઠણ છે. આત્મ દમન કરનાર આ લોક અને પરલોકમાં સુખી થાય છે. વર મે અપા દત્તે, સંજમેણુ તવેણુ ય; માહું પરેહિ દશ્મન્ત, બલ્પણહિ વહેહિ ય. (૧૬) પરવશ થઈને બીજાઓ વડે વધ અને બંધને દ્વારા દમન થવાની અપેક્ષાએ પિતાની ઈચ્છાથી જ સંયમ અને તપથી આત્મદમન કરવું શ્રેષ્ઠ છે. ૧૬ પડિણીયં ચ બુદ્વાણું, વાયા અદુવ કશ્મણ; આવી વા જઈ વા રહિસિસ, નેવ કુજા કયાઇ વિ. (૧૭) બીજાની આગળ અથવા એકાંતમાં પોતાની વાણી અથવા કર્મથી ગુરૂ, વડિલે, અને જ્ઞાનીઓથી વિપરીત આચરણ ન કરે. ૧૭ ન પખએ ન પુરઓ, નેવ કિચાણ પિઓ, ન જુંજે ઊરુણા ઉરૂ, સયણે ને પડિસ્કુણે, (૧૮) આચાર્યની અડોઅડ ન બેસે. આચાર્યની આગળ પણ ન બેસે. આચાર્યની સામે પીઠવાળીને ન બેસે તથા આચાર્યના પગઘુંટણને સ્પર્શ થઈ જાય તેવી રીતે ન બેસે તથા ગુરૂની આજ્ઞાને સૂતા કે બેઠા ન સાંભળે. ૧૮ નેવ પરહસ્થિયં કુજા, પકખપિડું ચ સંજએ; પાએ પસારિએ વાવિ, ન ચિઠે ગુરૂણાન્તિએ, (૧૯) ગુરૂજીની સામે પગ ઉપર પગ ચઢાવીને ન બેસે. તેમ ઘૂંટણ છાતીને લગાવીને ન બેસે તેમજ પગ પસારીને અર્થાત લાંબા પગ કરીને ન બેસે. ૧૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy