________________
સતત ચાર દિવસ સુધી તેણે એકધારું રાજકાર્યમાં જ ચિત્તને પરોવી રાખ્યું. પાંચમા દિવસે રાજને કનકમાળાની યાદી આવી ગઈ અને તે આથી વ્યાકુળ બનીને તરતજ આકાશ માર્ગેથી ચાલીને એ પર્વતની પાસે પહોંચ્યા. અને કનનમાળાને મળ્યા તેમજ વિયેગની વ્યથાને શાંત કરવા થોડા દિવસ તે ત્યાં રહ્યા. એ પછી પાછા પિતાના નગરમાં આવી ગયા. આ પ્રમાણે અવાર નવાર એ પર્વત ઉપર અવર જવર થતી રહી. તેના આ પ્રકારના અવરજવરના કારણે લોકોએ તેનું નામ નગગતિ રાખી દીધું. અને એજ નામથી પ્રસિદ્ધ થયા,
એક દિવસ એ વ્યન્તર દેવે કનકમાળાની પાસે આવેલા એ રાજાને કહ્યું-રાજન ! મારા સ્વામી ઈન્દ્રની આદેશથી હવે હું અહીંથી જવા ચાહું છું, જો કે, મારે જીવ કનકમળાને છોડવા ચાહતો નથી તે પણ સ્વામીના આદેશથી હું બંધાય છું જેથી હવે હું અહીં રહી શકું તેમ નથી. જ્યાં હું જઈશ ત્યાં મારે ઘણું સમય સુધી રહેવું પડશે. આથી આપને મારૂં એ કહેવાનું છે કે, આપ મારી આ પુત્રીને અહીં એકલી મુકીને ન જાવ. એ આપની સાથે આવવા ચાહે તે આજે જ આવી શકે છે, પરંતુ આ સ્થાન સિવાય તેનું મન કોઈ પણ સ્થળે આનંદમાં રહી શકે તેમ નથી. આ કારણે તેનું આ સ્થળે જ રહેવું ઠીક છે. પરંતુ જો આપ તેને આ સ્થળે એકલીજ છોડી જશે તે એને મારા વગર ભારે આઘાત પહોંચશે. આ પ્રમાણે કહીને તે દેવ પિતાના પરિવારને સાથે લઈને ત્યાંથી ચાલ્યા ગયા.
કનકમાળાને પિતાના વિગથી દુઃખનો આઘાત ન લાગે” આ વિચારથી નગગતિ રાજાએ ત્યાં તેની પ્રસન્નતા માટે એક નવું નગર વસાવ્યું. લોકોને અનેક પ્રકારનાં પ્રલોભનો આપીને તેણે ત્યાં વસાવ્યા નગગતિ રાજાએ રાજ્યનું સારી રીતે પરિપાલન કરતાં કરતાં ત્રિવર્ગના સાધનમાં કોઈ પ્રકારની કમીના ન રાખી. એક દિવસ રાજ પિતાની સેનાને સાથે લઈ કાતિક મહીનાની પુનમના દિવસે નગરની બહાર ગયેલ હતા. ત્યાં તેમણે એક અબ નું વૃક્ષ જોયું જે ત્રાંબાના રંગના પાંદડાંથી શોભાયમાન અને મેરના આવવાથી પીળું દેખાઈ રહ્યું હતું. એ જોવામાં છત્રી જેવા ગોળાકારનું દેખાતું હતું. રાજાએ ઉલાસિત મનથી એ વૃક્ષના મેરની એક શાખા તેડી. રાજાએ મેરની શાખા તેડી. એ જોઈને સાથેના સૈનિકોએ પણ તેનું અનુકરણ કરવા માંડયું તે ત્યાં સુધી કે, તેને મેર અને પાંદડાં બધું ય તેડાઈ ગયું. અને ઝાડને ઠુંઠું બનાવી દીધું. રાજા જ્યારે બગીચામાં જઈને પાછા ફર્યા ત્યારે તેણે તે આમ્રવૃક્ષના ટૂંઠાને જોયું. ત્યારે તેણે મંત્રીને પૂછયું કે, હે રાજન! એ ખીલેલું આંબાનું વૃક્ષ જે અહીં હતું તે ક્યાં ગયું ? રાજાની વાત સાંભળીને મંત્રીએ કહ્યું–મહારાજ ! જુઓ આ સામે દેખાય છે એજ એ આંબાનું ઝાડ છે. રાજાએ ફરીથી મંત્રીને પૂછયું-આની આવી દુર્દશા કઈ રીતે થઈ? ઉત્તર આપતાં મંત્રીએ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૩