SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સદરે’ ઇત્યાદિ રાત્રિના પ્રથમ પ્રહરની પછીથી લઈને સૂર્યાંય સુધી જે બહુ જોરથી શબ્દોચ્ચાર કરવામાં આવે તે તે અસમાધિષના ભાગી થાય છે. આશય એ છે કે વન અને વસતિમાં દ્રવ્ય, ક્ષેત્ર,કાલ તથા ભાવને જાણીને શબ્દનું ઉચ્ચારણ કરવું જોઇએ. કેમકે–વસતીમાં રૂo આદિ અવસ્થામાં મનુષ્યની નિદ્રાના ભંગ થઈ જવાથી, તથા વનમાં જોરથી અવાજ સંભળાતાંજ પક્ષી આદિને ભય થઇ જવાથી સ્વવિરાધના તથા પરિવરાધનાને સભવ રહે છે. (૧૬) ‘ચારે’- ઇત્યાદિ જેનાથી ગણના અથવા સંઘના ભેદ ઉત્પન્ન થાય તેને જ્ઞા કહે છે. તે કરવાવાળા અર્થાત ઝંઝાવાકય બોલવાવાળા મુનિ અસમાધિ દોષના ભાગી થાય છે. એવા શબ્દ પ્રયોગથી ચતુર્વિધ સંઘમાં છે ભેદ થઇ જાય છે તથા તેનાથી ભારે અનર્થ થઈ શકે છે, તે માટે ભેદની ઉત્પત્તિ કરવા યેાગ્ય શબ્દ ન ખેલતા જોઇએ. (૧૭) ‘” ઇત્યાદિ કહેલ શબ્દના અર્થ વાગયુદ્ધ છે. ક્રોધાદિકને ઉત્પન્ન કરનાર અપ્રશસ્ત ભાવને વશ થઇ કલહ પેદા થાય એવા શબ્દ ખેલવાવાળા અસમાધિ સ્થાનના ઢાષના ભાગી થાય છે. જેમકે-માટી ખોદવાથી ખાડા થાય એ સ્વાભાવિક છે. અને તે સ્વપરને પડવા પાડવામાં કારણ અને છે. નાનું રજકણ જો આંખમાં પડે તે તે દૃષ્ટિવિધાતક અને છે. નાના પણ ઝેરીલા કાંટા ભારે વેદના અને ખહુ દુ:ખ દે છે. એ રીતે થાડા પણ કલહ ઉત્પન્ન કરવાવાળા શબ્દ કેણિકરાજની મહારાણી પદ્માવતીના શબ્દની પેઠે મહાન અનર્થકારી નીવડે છે. એટલા માટે સમાધિ પ્રાપ્તકરવાવાળા મુનિએ સથા શાંન્તિકારક શબ્દાનુ ઉચ્ચારણ કરવું જોઈએ શાંન્તિજનક શબ્દ ખેલવાથી જેમ સૂ વાદળની ઘેરઘટાથી દૂર હાવાથી પ્રકાશિત થાય છે. તેવીજ રીતે આત્મગુણ પ્રકટ થઇ જાય છે. (સૂ॰ ૧૮) 4 સૂર્॰ ' ઇત્યાદિ, સૂર્યના ઉદયથી માંડીને સૂના અસ્ત પન્ત જે મુનિ ભાજનને વારંવાર લઇ આવીને ખાવાપીવાના વ્યવહાર કરે છે તે અસમાધિસ્થાનના દોષને ભાગીબનેછે. તાત્પર્ય એ છે કે—પ્રમાણ વિનાનું લેાજન કરવાથી સમાધી મળતી નથી માટે અન્ન પાન આદિ આહાર નિર્દોષ હોય તેા પણ પ્રમાણસર કરવા જોઈએ. પ્રમાથી વધારે આહાર કરવાથી વિષચિકાદિ (સંગ્રહણી આદિ ) રાગની વૃદ્ધિ થાય છે સ્વાધ્યાય આદિ થઇ શકતે નથી. તથા વિરાધના સંયમવિરાધના રૂપ અસમાધિ સ્થાનની પ્રાપ્તિ થાય છે. (સૂ॰ ૧૯) ‘વળા’ ઇત્યાદિ. એષણાના અર્થ થાય છે દોષરહિત ભિક્ષા આદિની શેાધ. તેમાં અમિત અસાવધાન અર્થાત્ નિર્દેષિ ભિક્ષા આદિ ગ્રહણ કરવામાં પાંડિતવીય રહિત મુનિ અસમાધિ દ્વેષના ભાગી થાય છે. તાત્પર્ય એ છે કે: સર્વે-આહાર, વસ્ત્ર, પાત્ર તથા ઉપાશ્રય આદિ વસ્તુના સ્વીકાર એષણાથીજ કરવા જોઇએ નહિંતા અનેષણીય આહાર આદિ વસ્તુનું ગ્રહણ કરવાથી અસમાધિ સ્થાન દોષના ભાગી થવું પડે છે. તથા એષણામિતિમાં સÖથા તત્પર ન રહેવાથી ષનિકાયની અનુક ંપામાં ન્યૂનતા આવી જાય છે. કોઇ પણ મુનિ જ્યારે ફાઈ વસ્તુને લેવા માટે જાય છે ત્યારે જો “ આ ઢાષવાળી છે કે નિદોષ છે” તેવી અવે શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૪
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy