SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - તે કાકી નગરીમાં ભદ્રા નામે એક સાર્થવાહી રહેતી હતી. સાર્થવાહી શબ્દને અર્થ નિચે મુજબ છે – જે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્યરૂપ વિકેય પદાર્થો લઈને વિશેષ લાભ માટે બીજે દેશ જતા હોય તથા સાથે (સાથે ચાલનારા જનસમૂહ) નાં ગક્ષેમની ચિન્તા કરતા હોય તેને સાર્થવાહી કહે છે, તેની સ્ત્રી સાર્થવાહી કહેવાય છે. નામ” આદિપદના અર્થ નિમ્ન પ્રકારે છે નિમ–તે વિકેય વસ્તુઓને કહે છે કે જે એક બે ત્રણ, આદિ સંખ્યાકમથી ગણત્રી કરી આપવામાં આવે; જેમ–નાળિયેર, સોપારી, કેળા આદિ. “”િ—તેને કહે છે કે જે ત્રાજવાં-કટે એ દ્વારા તેલ કરી શકાય; જેમઘઉં, જવ, મીઠું, સાકર, આદિ. “જે–તે વિકેય પદાર્થોને કહે છે કે જે, પળી, ગજ, વાર, હાથ અથવા કઈ માપ વિશેષ દ્વારા માપી શકાય; જેમ-દૂધ, ઘી, તેલ, વસ્ત્ર, આદિ. “પિરન્તે પદાર્થોને કહે છે કે જે, પ્રત્યક્ષરૂપે કરોટી અથવા અન્ય કે ઉપાય દ્વારા પરીક્ષા કરી દેવાય, અથવા લેવાય; જેમ-માણેક, મોતી, મુંગા, સોનું, આદિ. શા નવ ગરિમૂવા” “અ” શબ્દથી લઈ “અપરિભૂથા પર્યન્ત સમસ્ત વિશેષણ પદેન નીચે પ્રમાણે અર્થે છે– ગઢા”—અપાર ધન-ધાન્યથી સમ્પન્ન, વિરા–દીપ્તા –શીલ સદાચાર આદિ ગુણથી પ્રકાશિત, “ફિત્તા” દપિતા–ધર્મ—ગૌરવથી ગર્વિત અર્થાત તે ભદ્રા સાર્થવાહી ઘણાં ધન ધાન્યથી સમ્પન્ન, શીલ–સદાચાર રૂપી ગુણાથી પ્રકાશિત તથા પોતાના ગૌરવથી યુકત હતી. તેને વિસ્તૃત અનેક ભવન, પલંગ, શયા, સિહાસન, પાટલા આદિ, યાનગાડી, રથ આદિ, વાહન-ઘેડા, હાથી આદિ હતા. તેને ઘણું ધન-ગણિમ ધરિમ આદિ, તથા ઘણું ચાંદી, સોનું હતું, તેણે પિતાનું ધન બેવડા લાભ ઉપર ન્યાયપૂર્વક કર્જ લેવાવાળા મનુષ્યમાં તથા વ્યાપારમાં લગાવી રાખ્યું હતું. તેને ત્યાં સહુએ જમી લીધા પછી પણ ઘણું ભત–પાન વધતું હતું, અને તે વધેલું ભક્ત–પાન ગરીને આપવામાં આવતું હતું. તેને આજ્ઞાકારી દાસ દાસી અને જાતિવંત ગાય, બળદ, ભેંશ, પાડા, ગાડર આદિ ઘણાં હતાં, તે ભદ્રા રાજગૃહ નગરમાં ઘણી પ્રતિષ્ઠિત અને સમ્માનનીય હતી. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૮
SR No.006437
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy