SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય-કુમાર વર્ણન અથ તૃતીય વગ પ્રારંભ શ્રી જંબૂસ્વામી પૂછે છે – હે ભગવન! “ગરૂ ઇ મં” ઈત્યાદિ. નિર્વાણપદપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે શ્રી અનુત્તરપપાતિકદશાંગ સૂત્રના બીજા વર્ગના (૧૩) તેર અધ્યયનના આ ઉપરોક્ત અર્થ કહ્યા છે તે, હે ભગવન્ ! મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ અનુપાતિકદશાંગના તૃતીય વર્ગના શું અર્થ પ્રરૂપિત કર્યા છે ? શ્રીસુધર્માસ્વામી કહે છે હે જંબૂ! મુકિતપ્રાપ્ત પૂર્વોકત ગુણોથી સુશોભિત શ્રમણ ભગવાન મહાવીર–પ્રભુએ આ અનુત્તરેપપાતિકદશાંગ સૂત્રના ત્રીજા અધ્યયન કહ્યાં છે, તે આ પ્રમાણે છે – - (૧) ધન્ય, (૨) સુનક્ષત્ર, (૩) ત્રાષિદાસ, (૪) પેશ્વક, (૫) રામપુત્ર, (૬) ચન્દ્રિક (૭) પૃષ્ટિમાતૃક, (૮) પેઢાલપુત્ર, (૯) પિટ્ટિલ, (૧૦) વેહલું (સૂ૦ ૧) શ્રી જખ્ખસ્વામી પૂછે છે–રૂ છે મંતિ! ઈત્યાદિ. હે ભગવન ! સિદ્ધિગતિનામક પરમ પદને પ્રાપ્ત કરવાવાળા ઉપરોકત અનેક ગુણોથી યુક્ત શ્રમણ ભગવાન મહાવિરે શ્રી અનુત્તરોપપાતિકદશાંગના ત્રીજા વર્ગના દસ (૧૦) અધ્યયને કહ્યાં છે તે હે ભગવન્! મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ અધ્યયનના શું અર્થ પ્રતિપાદિક કર્યા છે - શ્રી સુધર્મા સ્વામી કહે છે હે જંબૂ! આ અનુત્તરપપાતિકદશાંગ સૂત્રના ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનના શ્રમણ ભગવાન મહાવીરે આ અર્થ પ્રતિપાદિત કર્યા છે તે કાળ તે સમયમાં અનેક ગગનચુમ્બી પ્રાસાદેથી યુકત સ્વચકારચક્રભયરહિત, ધનધાન્ય–જનથી પરિપૂર્ણ, એશ્વર્ય તથા વૈભવ સમ્પન્ન કકન્દી નાથે પ્રસિદ્ધ નગરી હતી. ત્યાં સર્વ ઋતુનાં ફલકૂલેથી યુકત સહસ્રામ નામે એક અતીત રમણીય ઉદ્યાન હતું, તે નગરીમાં જિતશત્રુનામે રાજા હતા. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
SR No.006437
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy