SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શાંગે છે. એવું દ્વાદશાંગ ગણિપિટકજ પ્રવચન શબ્દ વાગ્ય હોય છે, અને તેજ અધ્યયન એગ્ય હોય છે. એવા પ્રવચનના કર્તા તીર્થંકર પ્રવચનરૂપ હોતા નથી. ઉપર શ્રમણાદિ સંઘ એ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે, તે તે શ્રમણે ઉગાદિ કુલમાં ઉત્પન્ન થયેલા જ હોય છે, અને તે ઉગાદિ પ્રાયઃ સિદ્ધિ માગ પરજ ચાલે છે. એજ વાત હવે અહિં બતાવવામાં આવે છેઆમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-ને બે મં! ૩ મો.” હે ભગવન આ ઉકુલમાં ઉત્પન્ન થયેલા જે ક્ષત્રિય છે, ભેગવંશમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિયો છે, “રૂના” રાજકુલમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિય છે. ફુરત્તાના' ઈકુકુલમાં થયેલા ક્ષત્રિયે છે. “સારા” જ્ઞાનકુલમાં થયેલા ક્ષત્રિ છે, “ોદવા” કુરૂકુળમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિયે છે, “પu અરિ ઘસે છanહૃત્તિ તેઓ આ જીન કણિતધર્મમાં પ્રવેશ કરે છે, અર્થાત્ તેની આરાધના કરે છે અને શ્રદ્ધા વિશ્વાસ પૂર્વક તેની આરાધના કરીને “વિહં ચમ વોરિ' આઠ પ્રકારના કર્મમળનેઘાતિ, અઘતિ, વિગેરે ભેદ ભિન્ન આઠે પ્રકારના કર્મને નાશ કરે છે, તથા તે આઠે પ્રકારના કર્મોની ધૂળ ઉડાડીને તે પછી તેઓ એકાન્તિક-આત્યંતિક દુઃખનિવૃત્તિરૂપ અને નિરતિશય સુખની પ્રાપ્તિરૂપ મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. નાવ સંત તિ' યાવત્ તેઓ બુદ્ધ થાય છે? મુક્ત થાય છે? પરિનિત થાય છે? અને સર્વદુઃખને અંત કરે છે? અર્થાત્ કર્મને નાશ થવાથી તે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે ? અને સર્વ દુઃખને અન્ત કરે છે? આ પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “દંતા જોગમા!” હા ગૌતમ! જે આ ઉગ્ર કુલમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિય છે, ભગકુલમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિય છે. રાજન્યકુલમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિય છે, ઈક્ષવાકુકુલમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિય છે, જ્ઞાતકુળમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિય છે, કુરૂકુલમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિય છે, મ૦ ૨૨ તેઓ શ્રદ્ધા વિશ્વાસ યુક્ત થઈને આ ધમની આરાધના કરે છે, અને આરાધના કરીને કર્મરૂપી ધૂળરૂપ મળને આત્માથી પેઈને અલગ કરે છે. આ રીતે કર્મરૂપી રજે મળને નાશ થવાથી જ્ઞાનમાર્ગની આરાધના કરીને તેઓ સિદ્ધ થઈ જાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, બિલકુલ શીતિભત થઈ જાય છે, અને સઘળા દુઃખના અંતકર્તા બને છે. તે બધા જ એવા દેતા નથી નાથા અન્ન તેવોuદુ' પરંતુ તેમાં કેટલાક એવા હોય છે કે, પિતાના કંઈક કર્મો બાકી રહેવાથી બીજા દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈ જાય છે. દેવલોકના અધિકારથી હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે“જવિહા મં! વોચા પsળા” હે ભગવદ્ દેવલેક કેટલા કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા ! = દિવા રેવરોયા પન્ના ' શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૨૪
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy