________________ [24] શ્રી દશવૈકાલિક તથા ઉપાસક દશાંગ સૂત્રો ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલાં પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત શ્રી ઉપરોકત બે સૂત્રો જૈન ધર્મ પાળતા દરેક ઘરમાં રહેવા જ જોઈએ. તે વાંચવાથી શ્રાવક ધર્મ અને શ્રમણ ધર્મના આચારનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને શ્રાવકે પિતાની નિરવધ અને એષણિય સેવા શ્રમણ પ્રત્યે બજાવી શકે છે. વર્તમાનકાળે શ્રાવકેમાં તે જ્ઞાન નહિ હેવાને લીધે અંધશ્રદ્ધાએ શ્રમણ વર્ગની વૈયાવચ્ચ તે કરી રહેલ છે. પરંતુ “કલ્પ શું અને અકલ્પ શું' એનું જ્ઞાન નહિ હોવાને લીધે પિતે સાવધ સેવા અર્પી પિતાના સ્વાર્થને ખાતર શ્રમણ વર્ગને પિતાને સહાયક થવામાં ઘસડી રહ્યા છે અને શ્રમણ વર્ગની પ્રાયઃ કુસેવા કરી રહ્યા છે. તેમાંથી બચી લાભનું કારણ થાય અને શ્રમણને યથાતથ્ય સેવા અર્ધી તેમને પણ જ્ઞાનદશન ચારિત્રની આરાધના કરવામાં સહયક થઈ પિતાના જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી સુગતિ મેળવી શકે. શ્રમણની યથાતથ્ય સેવા કરવી તે અવશ્ય ગૃહસ્થની ફરજ છે. - પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ. શાસ્ત્રો ધારનું અનુવાદન ત્રણ ભાષામાં રૂડી રીતે કરી રહ્યા છે અને રૂપીયા 251) ભરી મેમ્બર થનારને રૂા. 400-500 ની લગભગ કીંમતના બત્રીસે આગ ફી મળી શકે છે તે તે રૂા. 251] ભરી મેમ્બર થઈ બત્રીસે આગમો દરેક શ્રાવક ઘરે મેળવવા જોઈએ. બત્રીસે શાસ્ત્રોના લગભગ 48 પુસ્તકે મળશે. તે તે લાભ પિતાની નિર્જરા માટે પુન્યાનુંબંધી પુન્ય માટે જરૂર મેળવે. ઉપરોક્ત બંને સૂત્રોની કીંમત સમિતિ કંઈક ઓછી રાખે તે હરકેઈ ગામમાં શ્રીમંત હોય તે સૂત્રો લાવી અરધી કીંમતે, મત અથવા પૂરી કીંમતે લેનારની સ્થિતિ જોઈ દરેક ઘરમાં વસાવી શકે. –એક ગૃહસ્થ નોંધ-ઉપરની સુચનાને અમે આવકારીએ છીએ. આવાં સૂત્રો દરેક ઘરમાં વસાવવા ગ્ય તેમજ દરેક શ્રાવકે વાંચવા ગ્ય છે, તંત્રી રત્નત” પત્ર તા. 1-10-17 શ્રી આચારાંગ સૂત્ર : 3