SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શૃંગાર, બિભત્સ વગેરે રસમાં માણસને લીન કરે છે તેઓ ફૂટેલા વહાણના ખલાસીની પેઠે પિતાના ભક્તજનો સહિત પાતાળમાં બેસે છે. આ પાંચ પ્રમાદ ટાળવા અતિ કઠણ છે. શ્રી ભગવતજી સુત્રના ૮ મા શતકમાં ફરમાવ્યું છે કે, ચાર જ્ઞાનના ધણી, ચાદ પૂર્વધારી, આહારક શરીર કરી શકે એવા મુનિરાજે પણ આ પાંચ પ્રમાદને તાબે થઈ આયુષ્ય પૂર્ણ કરે તે અધોગતિ પામે છે. પ્રમાદને દુષ્ટ જાણું પ્રભુએ ખાસ ફરમાવ્યું છે કે “પ્રમાદને સમય માત્ર પણુ સહવાસ ન કરે.” એ પ્રમાદની જરા પણ સેબત કરવાથી આત્મા પર એવી અસર થાય છે કે મરણ પર્યત છૂટવી મુશ્કેલ છે. હાલ જૈન જેવા પવિત્ર ધર્મની દુર્દશા થઈ રહી છે એ પ્રમાદને જ પ્રતાપ છે. જે મહાત્મા આ પાંચ પ્રમાદથી બચશે તે ખરી ધ્યાન સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે. આ આજ્ઞાવિચય ધ્યાનને અર્થ ઘણોજ ગંભીર અને અપાર છે. પણ અહીં એટલું જ કહી હવે સર્વનો સાર થેડામાં જણાવી પૂરું કરીશ. गाथा-किं बहुणा इहा जहा जहा, रागदोसा लहू विजइ । तह तह पयट्रियव्वं, एसा आणा जिणिंदाणं ॥ અર્થ—અહીં વિશેષ કહેવાનું શું પ્રજન છે? બસ, થોડામાંજ સમજી લેવું કે જે જે પ્રવૃત્તિથી રાગ અને દેષ એકદમ કમી થાય તેવી તેવી પ્રવૃત્તિ કરો-એ શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. : દુહા-ટશ વો શ વોરારી, દશ વોલાઈ થી , ગુણી તો જપ મારે, સંવેહી ના સવા II ? || અર્થ–ભોળા દશ શ્રાવક, દશ શ્રાવિકા, અને દશ બાળકની પરિષદમાં - ગુરૂજી (સાધુજી ) ગપ્પાં મારે છે ને તે ભોળા લોકાસાચું માની • ' લે છે. આ પ્રમાણે પણ બને છે.
SR No.006298
Book TitleDhyan Kalptaru
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj, Pranjivan Morarji Shah
PublisherHarakhchand Velji & Others
Publication Year1916
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy