SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત. સેમચન્દ્રની અંત અવરથા પાસે આવતાં તેણે પિતાના પુત્રોને પિતાની સમીપ બોલાવ્યા અને સૂરિજીની સાથે થયેલી વાતચિત કહી બતાવી. વિશેષમાં તેણે કહ્યું કે ઋષિગણમાંથી હું મુકત નહિ થયેલે હેવાને લીધે સુખે મરી શકીશ નહિ. આ સાંભળીને તેના પુત્રએ અંજલી જોડી તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તેને વચન આપ્યું. આથી સોમચન્દ્ર શાંત થયે. તેના મરણ પછી ધનપાલ તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાને માટે સુરિજી પાસે જવા તૈયાર થયે, પરંતુ શેભને તેને સમજાવીને પોતેજ ત્યાં જવા રજા માંગી. આ કવિ સૂરિજીની પાસે આવીને કહ્યું કે મારા પિતાને ત્રણમુકત કરવાની ખાતર, નહિ કે જૈન ધર્મે ઉપર પ્રીતિ હોવાને લીધે, હું આપની પાસે દીક્ષા લેવા આવ્યો છું. આના પ્રત્યુત્તરમાં સૂરિજીએ કહ્યું કે જેને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તેને હું દીક્ષા આપતું નથી, વાતે જો તારી ઈચ્છા થતી હોય, તે તું એક વાર જૈન સિદ્ધાન્તનું શ્રવણ કર અને તેના વારતવિક અર્થેનું મનન કર. એમ કરવાથી જે તને તે પ્રતિ રૂાચ થશે, તે હું તને દીક્ષા આપીશ. સૂરિજીની પાસે યથાવિધિ અભ્યાસ કરતાં શોભનનું મન જૈન ધર્મ તરફ રાગી બન્યું અને તેના ઉપર તેનું ચિત્ત ચુંટયું. આથી કરીને સૂરિજીએ તેને પોતાનો શિષ્ય બનાવ્યું. આ પ્રમાણે હકીકતમાં ભિન્નતા હોવા છતાં પણ એટલી વાત તો સુસ્પષ્ટ માલૂમ પડે છે કે શેભન મુનિજીના પિતાજી કઈ જૈનાચાર્યના સમાગમમાં આવ્યા હતા અને તે જૈનાચાર્યને પૂછવાથી તેઓ પિતાના ઘરમાં દાટેલું નિધાન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા હતા. વિશેષમાં આ નિધાનની માહિતી આપવા બદલ હું આપને મારા સર્વસ્વને અડધે ભાગ આપીશ એમ તેમણે સૂરિજીને કહ્યું હતું અને નિધાન પ્રાપ્ત કર્યા બાદ સૂરિજીએ તેમના એક પુત્રની માંગણી કરી હતી. પોતાના પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે શોભન મુનિજીએ તેમની પાસે દીક્ષા લીધી હતી. શ્રીશેભન સુનિરાજે પોતાના જયેષ્ટ બંધુ ધનપાલને પમાડેલે પ્રતિબોધ પિતાના લધુબંધુ શેભનના જૈન સાધુ બની ગયાના સમાચાર સાંભળીને રાજમાન્ય ધનાઢ્ય તેમજ વિદ્વાન એ ધનપાલ જૈન સાધુઓને કહો દુશ્મન બની ગયે. જૈન મુનિ તરફના પિતાના દ્વેષને લઈને તે તેણે “માલવી દેશમાં મુનિ-વિહાર બંધ કરાવ્યો. આ પ્રમાણે બાર વર્ષ મહાકષ્ટ વ્યતીત કર્યા બાદ ધારા નગરીના સંઘે જિનેશ્વરસૂરિને તેમનું દુઃખ નષ્ટ કરવા વિનતિ કરી એટલે તેમણે શ્રીશેભન મુનિને તે નગરીમાં જવા આજ્ઞા કરી. શ્રીશેભન મુનિએ પોતાના વડીલ બંધુને પ્રતિબંધ પમાડવાના ઉદ્દેશથી તે તરફ વિહાર કર્યો. ધારા નગરીમાં તેઓ પ્રવેશ કરતા હતા તેવામાં તેમને તેમને જયેષ્ઠ બંધુ ધનપાલ પાન ચાવ ૧ ધનપાલને પ્રતિબંધ પમાડયાના સંબંધની હકીકતમાં કેટલેક સ્થલે ભિન્નતા જોવામાં આવે છે, પરંતુ મુખ્ય બાબતમાં તે સમ્યકત્વ-સંતતિની ટીકા અને ઉપદેશપ્રાસાદ (વ્યા. ૨૩) મળતાં આવે છે. અત્ર મેં સમ્યક્ત્વ-સપ્તતિની ટીકા પ્રમાણે હકીકત આપી છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy