SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશેભન મુનિજીનું જીવન-ચરિત્ર એમ માનું છું, તેથી આ૫ જે કહેશે તે કરવા હું તૈયાર છું. આ સાંભળીને સર્વદેવે શોભનને કહ્યું કે તું શ્રી મહેન્દ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કર અને તેમ કરી મને કણમાંથી મુકત કર. આ વાતની શેભને હા પાડી એટલે તેને પિતા શાન્ત થયો અને તેણે ભોજન કર્યું. પછીથી શેભનને સાથે લઈને આ બ્રાહ્મણ સૂરિજી પાસે આવ્યું અને પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. સૂરિજીએ શુભ મુહુર્ત શેભનને દીક્ષા આપી. પ્રબધ-ચિન્તામણિમાં આ સંબંધમાં ભિન્નતા જોવામાં આવે છે, કેમકે ત્યાં તે મહેન્દ્રસૂરિજીને બદલે વર્ધમાનસૂરિજી અને પિતાના નિધાનને બદલે પૂર્વજોના નિધાનને ઉલ્લેખ છે. વિશેષમાં નિધાન પ્રાપ્ત થતાં બન્ને ભાઈઓએ તે દ્રવ્ય વહેંચી લીધું. મેટે ભાઈ ધનપાલ જન માર્ગને દ્વેષી હતું એટલે તે વાંક બેલ્લે અને અર્ધ ભાગ ન આપતાં નાના ભાઈને પણ તેમ કરતાં ર. શેભને તેને ઘણો સમજાવ્યું પણ તે સમયે નહિ, પરંતુ પ્રતિજ્ઞાભંગના પાપથી મુકત થવાને માટે તે તીર્થમાં ગયે. શોભને તે પિતૃભક્તિથી વૈરાગ્ય પામી તેજ સૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી. સમ્યત્વ-સપ્તતિની ટીકામાં તે વળી જુદે જ ઉલ્લેખ છે અને તે એ છે કે એકદા શ્રી જિનેશ્વરસૂરિ વિહાર કરતા કરતા ઉજયની નગરીમાં આવી ચડ્યા. શ્રીશેભનના પિતાશ્રી સેમચન્દ્ર આ સૂરિ પાસે આવવા લાગ્યા. અરપરસ વાર્તાલાપ થતાં તે બંને વચ્ચે ગાઢ પ્રીતિ ઉદ્દભવી. સમય મળતાં એક દિવસે સેમચન્દ્ર પિતાના પૂર્વજોએ દાટેલા નિધાનનું રથાન બતાવવા સૂરિજીને વિજ્ઞપ્તિ કરી અને તે કાર્ય બદલ સર્વ સર્વસ્વને અર્ધ ભાગ આપવા ઈચ્છા દર્શાવી. શ્રુતજ્ઞાનના બળથી સૂરિજીએ તે સ્થાન કહી બતાવ્યું. તદનુસાર આ નિધાન મળતાં તે બ્રાહ્મણે પિતાની કબુલાત પ્રમાણે સૂરિજીને અર્ધ ભાગ આપવા માંડ્યો, પરંતુ તેમણે તે લીધે નહિ અને કહ્યું કે સાધુને દ્રવ્ય કલ્પ નહિ. આ બનાવથી આ બ્રાહ્મણ તે આજ બની ગયું અને અપૂર્ણ નયને તે સૂરિજીને અનેક રીતે વિનવવા લાગે, પરંતુ તેમણે તે દ્રવ્ય સ્વીકાર્યું નહિ. આ બ્રાહ્મણે ઘણું કહ્યું, ત્યારે તેમણે આ બદલ સરવરૂપ તેના બે પુત્રોમાંથી એકની માગણી કરી. આ વાત સાંભળીને તે બ્રાહ્મણ મૂળે રહ્યો એટલે સૂરિજી અન્યત્ર વિહાર કરી ગયા. ૧ ઉપદેશ-પ્રાસાદમાં પણ જિનેશ્વરસૂરિ હેવાને ઉલેખ છે. ૨ સરખા " यतिने काञ्चनं दत्त्वा, ताम्बूलं ब्रह्मचारिणे । चौरेभ्योऽप्यभयं दत्त्वा, स दाता नरकं व्रजेत् ॥ –પારાશર-સ્મૃતિ અ૧, ૦ ૬૦
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy