SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના એક માસ પછી શ્રીમાન છવણચંદ દ્વારા આ કાવ્યને લગતી જયવિજયગણિએ, મુનિરાજ દેવચ, સૌભાગ્યસાગરસૂરિએ અને સિદ્ધચન્દ્રમણિએ રચેલી ચાર ટીકાઓની એક એક પ્રતિ અમદાવાદના ડહેલાના ભંડારમાંથી મને મળી શકી. આ પ્રતિઓ કાર્ય શરૂ થઈ ગયા પછી મળી તેથી ઉપર્યુક્ત અવચુરિ અને ટીકાની સાથે તેને છપાવવાને મારે મને રથ ફલીભૂત થયે નહિ. આથી મેં તેને પૃથફ છપાવવા વિચાર રાખે. આ પુસ્તક છપાતું હતું તે દરમ્યાન શબ્દ-કેષ, પદ્યાનુક્રમણિકા, પ્રસ્તાવના, ઉપદુઘાત, પરિશિષ્ટ ઈત્યાદિ તૈયાર કરી આ પુસ્તકને બને તેટલે અંશે પરિપૂર્ણ બનાવવા મેં પ્રયાસ કર્યો. મારે વિચાર આમાં સમાસ-પ્રકરણ પણ આપવાનું હતું, પરંતુ ઉપર્યુક્ત ચાર ટકાઓ પ્રસિદ્ધ કરવાનું નક્કી થવાથી અને એથી કરીને શ્રીજયવિજયે તેમજ શ્રી સૌભાગ્યસાગરે રચેલી ટીકાઓ દ્વારા એ વિષય ઉપર પ્રકાશ પડે તેમ હોવાથી મેં આ વિચાર માંડી વાળે. આ પ્રસ્તાવના પૂર્ણ કરવામાં આવે તે પૂર્વે એટલું તે મારે જરૂર કહેવુંજ પડશે કે આ કાર્યમાં મને કેટલેક સ્થળેથી સહાય મળી છે. તેમાં ખાસ કરીને તે હું સાગરાનંદસૂરિજીને ત્રાણું છું કેમકે તેઓશ્રીએ આ પુસ્તક મેં છાપવા આપ્યું તે પૂર્વે તપાસી જવાની કૃપા કરી હતી એટલું જ નહિ, પણ કેટલાક સુધારા-વધારા પણ સૂચવ્યા હતા. વિશેષમાં આ કાવ્યનાં બધાં યુફે જે કે જાતે તપાસત હતું, તે પણ પહેલી વારનું ધ્રુફ જોવામાં તે તેઓશ્રી પણ સહાય કરતા હતા. એ પણ નિવેદન કરવું અપ્રાસંગિક નહિ ગણાય કે આ કાવ્ય પરત્વે મને મારી ધર્મપત્ની તરફથી પૂર્ણ પ્રોત્સાહન મળતું હતું અને કેટલીક વાર તે પ્રફે તપાસવામાં પણ તેની તરફથી મને મદદ મળતી હતી. વળી મારા લઘુ બધુ છે. મણિલાલ તરફથી છેવટનું મુફ જોવામાં મને ઘણી વાર સહાય મળી છે એ વાત પણ મારે અત્ર ઉમેરવી ભુલી જવી જોઈએ નહિ. વિશેષમાં શ્રીયુત જીવણચંદની વિજ્ઞપ્તિ—અનુસાર શ્રીવિજયસિદ્ધિસૂરિજીના શિષ્યવર્ય શ્રી વિજય મેઘસૂરિએ આ પુસ્તકનું શુદ્ધિ-પત્ર તૈયાર કરવામાં મને જે સહાય કરી છે તેને પણ મારે અત્ર આભાર માનવો જોઈએ. અંતમાં આ પ્રમાણે જે જે વ્યક્તિઓએ આ કાર્યમાં મને સહાય કરી છે તેને ફરીથી ઉપકાર માનવાપૂર્વક શાસન-દેવતા તેમનું કલ્યાણ કરે એમ ઈચ્છી હું વિરમું છું. ભગતવાડી, ભુલેશ્વર, ). મુંબાઈ હીરાલાલ રસિકદાસ કાપડિયા સંવત્ ૧૯૮૨, કાર્તિક શુક્લ પંચમી). ૧ આ પરિશિષ્ટમાં ન્યાયાચાર્ય ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીયશવિજયે રચેલી અને આ સ્તુતિ-ચતુવિંશતિકાની પ્રતિકૃતિરૂ૫ ઐન્દ્ર-સ્તુતિ અન્વયસૂચક આંક સહિત આપવામાં આવી છે. '
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy