SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના અને સ્વદેશમાં વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કામ કરતા મારા મિત્ર ડૉ. પેટલ્ડ (Partold)ને જણાવી. તેમની સંમતિ મળતાં હું તેમની પાસે જર્મન શીખવાને સારૂ અન્ય પુસ્તક વાંચતે હતું તે મૂકી દઈને આ કાવ્યનો અનુવાદ વાંચવા લાગે અને સમય મળતાં તે અનુવાદનું મેં અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરવું પણ શરૂ કર્યું.' ગુર્જર ગિરામાં હું આ કાવ્યને અનુવાદ કરી રહ્યું હતું તેવામાં શૃંગાર-વૈરાગ્ય-તરગિણીના ભાષાંતરને માટે “પ્રકરણ–રત્નાકર માં શોધ કરતાં આ કાવ્યને પણ અનુવાદ મારા જેવામાં આવ્યો. આ કાવ્યનું પ્રકરણ–રત્નાકર (તૃતીય વિભાગ, પૃ. ૭૬૦-૮૧૨) માં આપેલું ભાષાંતર માત્ર વાંચવાથી સંસ્કૃતના અલ્પ અભ્યાસીઓને જેવી જોઈએ તેવી સરલતા નહિ થાય એમ ભાસવાથી તેમજ આવું કાવ્ય પાઠ્ય-પુસ્તક તરીકે ઉપયોગી નીવડે એ હેતુથી આ કાવ્યના અન્વય અને શબ્દાર્થ પણ આપવા મેં વિચાર કર્યો. સાથે સાથે આ કાવ્યમાં આવતા જૈન પારિભાષિક શબ્દ ઉપર પણ ટુંકમાં વિવેચન કરવું ઇષ્ટ છે, એમ લાગવાથી તે કાર્ય પણ મેં હાથમાં લીધું. વિશેષમાં મેં કલેક, બ્લેકાર્થ અને સ્પષ્ટીકરણના વિષયનાં શીર્ષકને પણ ઉલ્લેખ કરવા ઉપરાંત સ્પષ્ટીકરણમાં શ્રીભટ્ટકેદારે રચેલ વૃત્ત-રત્નાકર તથા મહાકવિ કાલિદાસે રચેલ શ્રતધમાંથી છંદોનાં લક્ષણોને તેમજ શ્રીવર્ધમાનસૂરિકૃત આચાર-દિનકરમાંથી અને ખાસ કરીને શ્રીપાદલિપ્તસૂરિકૃત નિર્વાણું-કલિકામાંથી દેવીઓનાં સ્વરૂપને તથા શ્રીમતિલકસૂરિકૃત સર્વજ્ઞ-સ્તંત્રને તથા શત્રુંજય-મંડન શ્રીષભદેવની સ્તુતિને પણ સમાવેશ કરવાનું કાર્ય પણ શરૂ કર્યું. એક વખત શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરી સાથે આ કાવ્ય આ રૂપમાં પ્રસિદ્ધ કરવા સંબંધી વાતચિત નીકળતાં તેમણે સૂચવ્યું કે શ્રીમતી આગોદય સમિતિ આવું પુસ્તક છપાવી શકશે. પ્રસંગ મળતાં આ સંબંધમાં તેમણે આગમેદ્ધારક જૈનાચાર્ય સાગરાનંદસૂરિજીને પૂછાવ્યું. તેમની સંમતિ મળતાં આ કાવ્યને લગતી ટીકાઓ પ્રાપ્ત કરવા મેં પ્રયત્ન કર્યો. આ કાવ્ય ઉપર કેટલી ટીકાઓ છે અને તે કયા કયા ભંડારમાં છે તે વાતની મેં જૈનગ્રન્થાવલીમાંથી ૧ આ કાવ્યના જર્મન અનુવાદ ઉપરથી અંગ્રેજીમાં વીસ પ સુધીનું ભાષાંતર હું કરી રહેવા આવ્યો હતે એટલામાં મારા મિત્ર ડ. પેર્ટોલ્ડ પિતાને દેશ ચાલ્યા ગયા, એટલે મને તેમની મદદને પૂરેપૂરે લાભ મળી શકે નહિ ૨ આ પુસ્તક છપાયેલું નહિ હોવાથી (જોકે હાલમાં તે છપાય છે અને થોડા સમયમાં બહાર પડનાર છે એમ મારા સાંભળવામાં આવ્યું છે, તેની એક પ્રતિ મેં શ્રીમાન્ જીવણચંદ દ્વારા મેળવીને આ કાર્ય કર્યું છે. આ મતિ મળી તેવામાં તે તેનું સંશોધન કરી તે બહાર પાડવાને મારો વિચાર હતું, પરંતુ હાલમાં તે મોકુફ રાખે છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy