SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજન કરવાના છીએ તે ભૂમિ શુદ્ધિ આદિના મંત્રો – (૧) પૂજન ભૂમિની આજુબાજુના વાયુમંડલને શુદ્ધ કરવા માટે વાયુ-કુમાર દેવને વિનંતિ. ॐ ह्रीं वातकुमाराय विध्नविनाशकाय महीं पूतां कुरू कुरू स्वाहा ।। ડાભ (દર્ભ)ના ઘાસથી ભૂમિનું પ્રમાર્જન કરવું. (૨) પૂજન ભૂમિ ઉપર સુગંધિ જળનો છંટકાવ કરવા માટે મેઘકુમાર દેવને વિનંતિ... ॐ ह्रीं मेघकुमाराय धरां प्रक्षालय प्रक्षालय हूँ फुट् स्वाहा ।। ડાભ પાણીમાં બોળી ભૂમિ ઉપર છાંટવું. (૩) પૂજન ભૂમિની વિશેષ શુદ્ધિ માટે ભૂમિ દેવતાને વિનંતિ. ॐ भूरसि भूतधात्रि सर्वभूतहिते भूमिशुद्धिं कुरू कुरू स्वाहा । ભૂમિ પર ચંદનનાં છાંટણૉ કરવાં. (૪) મંત્રસ્નાન ઃ વિવિધ તીર્થોનાં નિર્મળ જળ વડે સ્નાન કરતા હોઈએ તેવા ભાવ સાથે. ॐ नमो विमलनिर्मलाय सर्वतीर्थजलाय पां पां वां वां झवी वी अशुचिः शुचिर्भवामि स्वाहा।। આ મંત્ર બોલી સર્વાગે ભાવથી સ્નાન કરવું.
SR No.006223
Book TitlePoojan Vidhi Samput 08 Namaskar Mahamntra Mahapoojan Vidhi Uvasaggaharam Mahapoojan Vidhi Santikaram Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy