SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભ ઉપર‘ૐ ક્ષુદ્રોપદ્રવાન્નાશય નાશય સ્વાહા' મંત્ર કંકુ કે કેશરથી લખવો...... કુંભમાં કેશરનો સાથીયો કરવો..... કુંભસ્થાપન કરનાર સજોડાને મસ્તકમાં કેશરનો ચાંલ્લો હોવો જોઈએ.... . તેમના બે હાથની પસલીમાં કેશરના સાથીયા કરી સ્ત્રીનો હાથ પુરૂષના હાથ ઉપર રાખી રૂપાનાણું (ચાંદીની લગડી હોય તો વધારે સારું) ચોખા, ફૂલ, સોપારી અને પંચરત્નની પોટલી આપવાં. ત્રણ નવકાર ગણી કુંભમાં પધરાવે. • ત્યાર પછી તેમના હાથમાં પાણી ભરેલો કળશ આપવો. આજુબાજુ બીજાં બે જણ હાથમાં કળશ લઈ બેસે.... છે ગુરૂભગવંત, વિધિકાર કે કોઈ એક જણ શુદ્ધ ઉચ્ચાર પૂર્વક શુદ્ધિ સાથે ત્રણ નવકાર પૂર્વક મોટી શાન્તિ (ભો ભો ભવ્યાઃ) બોલે.... વચ્ચે બેઠેલું સજોડું કુંભમાં પાણીની અખંડ ધાર કરે આજુબાજુવાળાં બન્ને જણ વારાફરતી તેમના કળશમાં ધાર કરતા રહે. જેથી અખંડ ધારા રહી શકે. આ રીતે કુંભને છલોછલ છલકાવી દેવો. ત્યારબાદ નાગરવેલનાં કે આસોપાલવનાં પાંચ પાન ઘડામાં સવળાં મૂકવાં. ડીંટ નીચે રહેવું જોઈએ. તેના ઉપર શ્રીફળ ઉભું મૂકી લીલું કપડું મીંઢળ યુક્ત નાડાછડીથી બાંધવું.... ♦ તેના ઉપર સોનેરી રૂપેરી વરખ લગાડવા. પાંચેય આંગળીઓથી કેશર/કંકુથી છાંટણાં કરવાં. ફૂલ ચઢાવવાં, ફૂલહાર પહેરાવવો... . સૌભાગ્યવતી સ્ત્રી આ કુંભને માથે લઈને પતિ સહિત બન્ને જણ જિનમંદિરને કે ત્રિગડાને ત્રણ પ્રદિક્ષણા આપે. બીજા લોકો તેમને ચોખાથી વધાવે. અને મંગલ ગીતો ગાવે... એક સૌ. બેન કુંભસ્થાપન કરવાના સ્થળે કંકુના છ સાથીયા કરે. (એક કુંભ માટે તેને ફરતા ચાર જ્વારા 3
SR No.006216
Book TitlePoojan Vidhi Samput 01 Laghu Shantisnatra Poojan Vidhi Bruhat Ashtottari Shantisnatra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy