SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૧૩) સૂત્ર - ૨ :- ૫મું જીવદ્રવ્ય → દ્રવ્ય, એ ગુણ અને પર્યાયોનો આધાર છે. → જીવદ્રવ્યનાં ગુણો અને પર્યાયો દ્રવ્ય, ગુણ અને પર્યાય : શ્રી તત્ત્વાર્થસૂત્રના ૫મા અધ્યાયમાં પહેલા સૂત્રમાં વર્ણવેલા ૬ દ્રવ્યો પૈકી ૪ દ્રવ્યોના ગુણધર્મો, અને તેમાં ૪થા પુદ્ગલદ્રવ્યના ગુણધર્મો, વર્તમાન ભૌતિક શાસ્ત્રના સિદ્ધાંતની ચર્ચા, ત્રિપદીની સામ્યતા, અને પુદ્ગલની વ્યાખ્યાને અનુસરતું વર્તમાન ભૌતિકશાસ્ત્રનું પદાર્થનું સ્વરૂપ જોયુ. વિશેષ ચર્ચા આગળના સૂત્રોમાં આવશે. હવે આપણે સૂત્ર –૨નું વિવેચન જોઈએ. દ્રવ્યાપિ નીવાશ્ચ II (૫-૨) અર્થ : (ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ આ ચાર) અને જીવો (આ પાંચ) દ્રવ્યો છે. ધર્માદિચારને અજીવકાય જણાવ્યા પછી જીવને સાથે લઈને, આ એક જ સૂત્ર દ્વારા જીવ સાથે પાંચેયને દ્રવ્યની સંજ્ઞા જણાવી. શ્રી આગમસૂત્રમાં પણ આ વાત જણાવી છે. कइविहाणं भंते ! दव्वा पन्नत्ता ? गोयमा ! दुविहा पन्नत्ता तं जहा जीवदव्वा य अजीवदव्वा य । શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકામાં દ્રવ્યની વ્યાખ્યા देशकालक्रमव्यङ्ग्यभेद समरसावस्थैकरूपाणि द्रव्याणि, गुणपर्याय
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy