SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ (૧૨) સૂત્ર - ૧ -ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય. કાળ અને જીવ આ, સધળાયવિશ્વના ઘટકભૂત, છ મૂળભૂત દ્રવ્યોમાંત્રિપદીને ઘટાવે છે, આ ત્રિપદીની નક્કર વાસ્તવિકતાને સિદ્ધ કરે છે. જે હવેના લેખોમાં આપણે જોઈશું. દરેક કાળમાં થનાર શ્રી તીર્થકર ભગવંતો કેવલજ્ઞાન પ્રાપ્ત કરી આ જ ત્રિપદી શા માટે ગણધરોને આપી સંપૂર્ણજ્ઞાની બનાવે છે? તેત્રિપદીની રહસ્યભૂતતા અને ગહન અર્થપણાનું પણ આનાથી સૂચન મળે છે. (આના અનુસંધાનમાં લેખાંક-૩-૪ પૃ. ૧૨થી ૨૦ત્રિપદી જુઓ) સૂરિ રામની એવી વાણી, ગહન અર્થથી લ્યો જાણી ! ભવિષ્યમાં સુખી થવું હોય તો, વર્તમાનના કષ્ટની ચિંતા ન કરો. કેવળ વર્તમાનની દૃષ્ટિથી તો સારાસારનો વિવેક આપો આપ નષ્ટ થઈ જાય છે. જે સુખ પરિણામે દુઃખ આપે, એ કલ્પિત સુખ કહેવાય. જે દુઃખ પરિણામે સુખ આપે, એ કલ્પિત દુઃખ કહેવાય. સુખનું ભાવિ અનંત દુઃખ છે. હકીકત જ્યારે આવી છે ત્યારે, કલ્પિત સુખમાં કોણ મૂંઝાય અને કલ્પિત દુઃખથી કોણ દૂર ભાગે? – જેનું હૈયું ન સુધરે તે ગમે તેટલું ભણે, તો ય એ ભણતર ભયંકર નીવડે. પોતે તો ડુબે પણ બીજા અનેકને ડૂબાડે. દંભી દુનિયા કહે છે-દુનિયાને રાજી રાખવા, દુનિયા આપણને સારી કહે એ માટે ધર્મ કરવો જોઈએ. લૌકિકો કહે છે ભગવાનને રાજી રાખવા ધર્મ કરવો જોઈએ. જયારે લોકોત્તર શાસન તો કહે છે કે આપણા આત્માને રાજી રાખવા ધર્મ કરવો જોઈએ. - ધર્મનો અર્થી દુઃખમાં ય દુઃખી ન હોય, સંસારનો અર્થ સુખના ઢગલા વચ્ચેય સુખી ન હોય.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy