SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન સ્થિર હોય છે. તે કાયમી સ્થિરતાના આધારે પરિવર્તનશીલતા પણ સતત ચાલતી રહે છે. મૂલાધાર વિના અપરિવર્તિત સ્થાયીપણું, અને કેવળ પરિવર્તનપણું, તે બંને અશક્ય છે, એ અવસ્તુ છે. (પૃ. ૧૦૨, ૨૯૩, ૩૫૮) ભૌતિક વિજ્ઞાન જેને તત્ત્વજ્ઞાનની ત્રિપદીને અનુસરે છે : જૈન તત્ત્વજ્ઞાન આ ત્રિગુણ સ્વભાવને આત્મા-આકાશાદિ, છે એ દ્રવ્યો-(પદાર્થો)માં સ્વીકારે છે. વર્તમાન ભૌતિકવિજ્ઞાન આ ગુણધર્મને બહુ જ અનુસરે છે. તેનું કાર્યક્ષેત્ર માત્ર પુદ્ગલપદાર્થ હોવાથી પદાર્થ અને ઉર્જાને લગતા નિયમો શોધાયા અને નિયમબદ્ધ થયા. તેથી પદાર્થસ્થિતિ અને શક્તિસ્થિતિના સિદ્ધાંતો (Principle of conservation of matter and principle of coservation of energy) 241 Q Bildsalza il મૂળભૂત નિયમો છે. ઇનઓરગેનિક ઍન્ડ થોરીટીકલ કેમેસ્ટ્રીબાય જે. ડબલ્યુ મૂલર માં - “આ (ઉપરનો) પ્રમાણિત સિદ્ધાંત સામાન્યત : યાત્રિક જગતનો ઉત્તમ ભાગ ગણાય છે. પ્રાકૃતિક વિજ્ઞાનનો ઉચ્ચતમ અને વ્યાપક સિદ્ધાંત છે. જેને અનુસરતા ઘણા સૈકાના વિચારો છે.” Prof. A. N. Whitehead આ સિદ્ધાંતનો ઉલ્લેખ કરતા લખે છે Notion of quantitative permenance underlying change પરિવર્તનને પામતા પદાર્થના સ્થાયિત્વનો વિચાર - આ શબ્દોનો અર્થ બીજો કંઈ નહિ પણ ઉત્પાદ , વ્યય અને પ્રૌવ્ય છે. ઉત્પાદ અને વ્યય = પરિવર્તન, અને ધ્રૌવ્ય = સ્થાયિત્વ. વર્તમાન ભૌતિકશાસ્ત્ર મુજબ સઘળા જગતમાં જે ભૌતિકપદાર્થ અસ્તિત્વ ધરાવે છે તે ચોક્કસ નિશ્ચિત પ્રમાણમાં છે. જેના પરિવર્તનો થાય છે, તે બાહ્ય સ્વરૂપના પરિવર્તનો છે. એટલે કે mass માંથી ઉર્જામાં રૂપાંતર થયું. જેટલો mass ઘટયો તેટલા અંશે ઉર્જા ઉત્પન્ન થઈ, પરંતુ
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy