SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ { કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી જ હોય છે. જે આત્માઓ રાગ-દ્વેષ અને અજ્ઞાન આ ત્રણ બાધક તત્ત્વોનો સમૂલઘાત (નાશ) કરે છે તે જ આત્માઓ વિશિષ્ટજ્ઞાની (કેવળજ્ઞાનીકેવળદર્શી) કે સર્વજ્ઞ બની શકે છે. જગતમાં કોઈ પણ વ્યક્તિ અસત્ય બોલે છે તેમાં ત્રણ જ કા૨ણ હોઈ શકે. ૧. રાગ, ૨. દ્વેષ, ૩. અજ્ઞાન. આ ત્રણેય કારણો જેમનામાં ન હોય તેવા વિશિષ્ટજ્ઞાની (કેવળજ્ઞાની-કેવળદર્શી) કે સર્વજ્ઞ ક્યારે પણ અસત્ય ન જ કહે. જૈન તીર્થંકરો આવા જ સર્વજ્ઞ હોવાથી એમનાં વચનો (જે આગમાદિ ધર્મશાસ્ત્રોમાં ગુંથાયેલાં છે.) ક્યારેય અસત્ય હોઈ શકતાં નથી. એની જ પ્રતીતિ આગમાદિ જૈન શાસ્ત્રોમાં બતાવેલા સિદ્ધાંતોને હજુ સુધી આધુનિક વિજ્ઞાન ખોટા પૂરવાર કરી શક્યું નથી. બલ્કે જેમ જેમ આધુનિક વિજ્ઞાનની શોધો આગળ વધતી જાય છે તેમ તેમ એક એક જૈન સિદ્ધાંતો ડંકાની ચોટે સત્ય પૂરવાર થઈ રહ્યા છે. માટે જ ઈટાલીના પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. એલી.પી.ટેસ્ટીટૉરીએ લખ્યું કે – "xx The more scientific knowledge advances, the more the Jain teaching will be proved." વૈજ્ઞાનિક જ્ઞાન જેટલું આગળ વધશે, તેટલું જૈન તત્ત્વજ્ઞાન સત્ય પૂરવાર થતું જશે.’ પરંતુ...સાયન્સ ખૂબ જ વામણું છે ધર્મ સામે ! પહેલા હજાર વર્ષમાં જે શોધ થતી તે પછી સૈકામાં થવા લાગી. સૈકાની શોધ પછી દશકામાં થવા લાગી. દશકામાંથી વર્ષે-વર્ષે નવી શોધ અને એમાંથી હવે મહિને-મહિને કે રોજ-બરોજ નવનવી શોધ થવા લાગી છે. આ નવી શોધ જૂના વૈજ્ઞાનિક સિદ્ધાંતોના વિકાસરૂપે પણ થાય છે તો ઘણીવાર જૂના સિદ્ધાંતોને ઊથલાવી એનાથી તદ્દન વિરોધી સિદ્ધાંતને પાયો બનાવી રચાય છે. આઈઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત બતાવ્યો હતો તેને ઘણા વર્ષો બાદ ઉથલાવી દેવાયો છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પણ ગોટલા છોતરાં જુદા પડાયા છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈ જેવા વિશ્વવિખ્યાત વિજ્ઞાનીના સિદ્ધાંતો સામે પણ મોટા પડકારો અને પ્રશ્નચિહ્નો મુકાયા છે. સારા સારા વૈજ્ઞાનિકો પણ નિખાલસપણે કબૂલ કરે છે કે અમારા વિજ્ઞાનને મર્યાદા છે. આંખ અગર સાધનની આંખથી જેટલું દેખાય તેટલું જ વિજ્ઞાન માને. જેની આંખ નબળી અને જેનું સાધન પછાત તેને ઓછું દેખાય તેથી સારી આંખવાળા કે સારા સાધનવાળાએ જોયેલું ખોટું છે તેમ ન મનાય. ટૂંકમાં વિજ્ઞાનના સિદ્ધાંતોને નિયમો એ ત્રિકાલાબાધિત નથી. એની સામે જૈનધર્મ-સર્વજ્ઞકથિત સિદ્ધાંતો અને નિયમો ત્રિકાલાબાધિત છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy