SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સામે એ વસ્તુને દરેક પાસાંથી જાણવી-સમજવી, તે વિજ્ઞાન છે. ધર્મની આપણે વ્યાખ્યા જોઈ...કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ. હવે આ વસ્તુનો સ્વભાવ શી રીતે જણાય? જ્ઞાનથી કે વિજ્ઞાનથી? કહેવું જ પડે કે વિજ્ઞાનથી. અમુક થોડા પાસાં જાણવાથી ન આત્માને વાસ્તવિક રીતે જાણી-પીછાણી શકાય કે ન જડપુદગલની પણ યથાસ્થિત ઓળખાણ થાય. એટલે ધર્મ માટે, વસ્તુસ્વભાવના સમ્યફ અને સંપૂર્ણ અવબોધ માટે વિજ્ઞાનનો સહારો અનિવાર્ય છે. વસ્તુના સ્વભાવને પ્રાપ્ત કરવો એ ધર્મ છે અને વિજ્ઞાન તેને પ્રાપ્ત કરવામાં સાધન કારણરૂપ બન્યું. બીજી રીતે વિચારીએ તો વસ્તુના એક એક પડ ખોલતાં જઈએ તો એના સ્વભાવની વિશિષ્ટ વિશિષ્ટ જાણકારી થતી જાય, એટલે જ વિજ્ઞાન ખુલતું અને ખીલતું જાય. જ્યારે વસ્તુના બધા પડખુલી જાય ત્યારે એ અંગેનું વિજ્ઞાન પણ પૂરબહાર ખીલી જાય. આ અપેક્ષાથી ધર્મ અને વિજ્ઞાન એ સામસામા નથી પણ પરસ્પર પૂરક સાપેક્ષ બાબતો છે. પરંતુ આજે “સાયન્સ માટે જે “વિજ્ઞાન” શબ્દ વપરાય છે તે વિજ્ઞાન તો ઘણી ઘણી રીતે ધર્મથી એકદમ વિપરીત પણ છે, વિરુદ્ધ પણ છે અને અધૂરું પણ છે, તે ભૂલવા યોગ્ય નથી. જૈનધર્મરૂપે જગતમાં જે માન્યતા-આચરણા વિદ્યમાન છે તેના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો સાધનાને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રના ત્રિવિધ કષપટ્ટકથી કસીને જે મહાત્માઓ આત્માના સ્વભાવમાં કે સ્વભાવના પ્રગટીકરણમાં બાધક તત્ત્વો (કર્મ, વિષય, કષાય, રાગ-દ્વેષ, અજ્ઞાન, પ્રમાદાદિ દોષો)ને દૂર કરી જગતના તમામ દ્રવ્યો-પદાર્થોનું ત્રણે કાળનું સર્વ પર્યાયોનું એક સામટું વિજ્ઞાન (કેવળજ્ઞાન-કેવળદર્શન) પ્રાપ્ત કરે છે તેઓ આત્મસ્વભાવના પ્રગટીકરણનો સ્વાનુભૂત માર્ગ જગતને પ્રરૂપે છે. એનો જ સંગ્રહ આગમાદિ ધર્મશાસ્ત્રો કરે છે. એને જ શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ સ્વસ્વશક્તિ અનુસાર સ્વસ્થ જીવનમાં જીવે છે અને સાધનાને આગળ વધારી અંતે એ પણ તેવું જ વિશિષ્ટ જ્ઞાન (કેવળજ્ઞાન-કેવળદર્શન) પ્રાપ્ત કરી પ્રાંતે શાશ્વતકાળ માટે આત્માની સ્વાભાવિક-અવસ્થા-પરમધર્મ-મોક્ષને પામે છે. આવા વિશિષ્ટજ્ઞાની (કેવળજ્ઞાની-કેવળદર્શની) આત્માઓ જ જૈન ધર્મમાં પરમાત્મા તરીકે ઓળખાય છે. તીર્થકર, અરિહંત, જિન, જિનેશ્વર, વિતરાગ, કેવલી સર્વજ્ઞ, સર્વદર્શી જેવા તેમના જ ગુણાશ્રિત નામો છો. શ્રી આદિનાથ-ઋષભદેવ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી આદિ તીર્થકરો પણ અરિહંત, જિન, જિનેશ્વર, વીતરાગ,
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy