SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પોાતત્યિજાયં વિશ્વાયં (શ્રી ભગવતી સૂત્ર શ.૭,૩.૧૦, સૂ.૩૦૫/૩) અર્થ : : પુદ્ગલાસ્તિકાય રૂપીકાય છે. लोक एव सद्भावात् क्षेत्रतो लोकसंमितः । જાતત: શાશ્વતો વિિમયુંરુશ્ચ ભાવતઃ।। (શ્રી લોકપ્રકાશ સર્ગ ૧૧-૩) અર્થ : પુદ્ગલાસ્તિકાય લોકાકાશમાં જ અસ્તિત્વ ધરાવે છે. તેથી ક્ષેત્રથી લોકાકાશના વિસ્તારમાં છે, તે શાશ્વત છે, અને વર્ણ ગંધ, રસ અને સ્પર્શવડે યુક્ત છે. (વિશેષ માટે જુઓ પૃ. ૧૧૮, ૧૨૧, ૧૨૨ અને ૨૮૧) પુદ્ગલ પરમાણુંના બે પ્રકાર : ૪૪ પુદ્ગલપદાર્થ, જે અંતિમ સૂક્ષ્માતિસૂક્ષ્મ અવિભાજ્ય કણ એવા પરમાણુંઓમાંથી બનેલો છે, તેનું સ્વરૂપ જૈન શાસ્ત્રોમાં બહુ સુંદર અને સ્પષ્ટ જણાવ્યું છે. द्विविधः परमाणुः स्याद्, सूक्ष्मश्च व्यावहारिकः । अनन्तैरणुभिः सूक्ष्मैरेकोऽणु र्व्यावहारिकः ॥ २१ ॥ सोऽपि तीव्रेण शस्त्रेण द्विधाकर्त्तुं न शक्यते । एनं सर्वप्रमाणानामादिमाहु र्मुनीश्वरः ||२२|| व्यवहारनयेनैव परमाणुरयं भवेत् । स्कन्धोऽनन्ताणुको जातसूक्ष्मत्वो नियमात्पुनः ॥ २३ ॥ (શ્રી લોકપ્રકાશ સર્ગ -૧ ) અર્થ ઃ ૫૨માણું બે પ્રકારનો છે (૧) સૂક્ષ્મ (૨) વ્યાવહારિક. અનન્ત સૂક્ષ્મ પરમાણુંઓનો એક વ્યાવહારિક પરમાણું થાય છે. એ પણ એટલો સૂક્ષ્મ હોય છે કે અતિતીક્ષ્ણ શસ્ત્રવડે તેના બે ભાગ ન થઈ શકે. તેથી જિનેશ્વર ભગવાને આ પરમાણુંને માપના કોષ્ટકમાં સૌથી પહેલું માપ કહ્યુ છે. વળી એ પરમાણું વ્યવહારનયે જ પરમાણું કહેવાય છે. પરંતુ તે પણ નિશ્ચયથી તો સૂક્ષ્મપરિણામને પામેલા અનંત પરમાણુંનો બનેલો
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy