SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય. ४३ ((૯) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું - પુદ્ગલ દ્રવ્ય. - ઇન્દ્રિયદ્વારા પુદ્ગલ જ જણાય છે. - નૈશ્ચયિક પરમાણું અને વ્યાવહારિક પરમાણું - પુદ્ગલની ઔદારિક આદિ આઠ વર્ગણા (अजीवकायाः धर्माधर्माकाशपुद्गलाः ॥१॥) વિશ્વના ઘટકભૂત ૬ દ્રવ્યો પૈકી ધર્મ અધર્મ, અને આકાશનું વર્ણન કર્યા પછી હવે ૪થા પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ જોઈએ. આપણને ઇન્દ્રિય દ્વારા જે જણાય છે, તે માત્ર પુદ્ગલ જ જણાય છે - વિશ્વના ઘટકભૂત છ દ્રવ્યોમાંથી ૫ દ્રવ્યો અરૂપી છે. પુગલ પદાર્થ જ માત્ર રૂપી છે, એટલે કે મૂર્તિ છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્પર્શ, રસ, ગંધ અને રૂપ રંગ-વર્ણ) ગુણધર્મને ધરાવે છે. બીજા કોઈ દ્રવ્યોમાં આ ગુણધર્મ નથી. અરૂપીને આપણે જોઈ કે અનુભવી શકતા નથી. આપણી નજરમાં અને અનુભવમાં જે કંઈ આવે છે તે સર્વે પુગલ પદાર્થ જ આવે છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પુદ્ગલના ચાર મૂળભૂત ગુણધર્મ છે. તે સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રત્યેક અણુમાં અને નૈશ્ચયિકપરમાણુંમાં પણ વિદ્યામાન હોય છે. જ્યારે પરમાણુંઓમાંથી સ્કંધો (Molecules) બને છે ત્યારે ઉપરોક્ત ૪ ગુણો સિવાય અન્ય સ્વરૂપો (રૂપાંતરો) પણ પ્રગટે છે. જેમકે શબ્દ, અંધકાર, પ્રકાશ, છાયા, વિદ્યુત, બંધ, સૂક્ષત્વ, સ્થૂલત્વ, કર્મ, ઈત્યાદિ અનેક પ્રકારો પુદ્ગલના જ વિકારો છે. આપણને દૃષ્ટિગોચર થતા પૃથ્વી, માટી, પથ્થર, પર્વત, મકાનો, ઝાડ, છોડ, પાંદડા, હવા,વાદળ, ઈત્યાદિ સઘળું પુદ્ગલ પદાર્થના વિધ વિધ પ્રકારો છે. જૈનશાસ્ત્રોમાં આ વાત બતાવી
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy