SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ભૂમિકા - ઈશ્વર કર્તુત્વ ૧૯ સ્થિરતા વિગેરે જે કંઈ બને છે તે સર્વે, ઈશ્વરે જ્ઞાનમાં જોયું હોય તે જ બને છે. ઈશ્વરે જ્ઞાનમાં ન જોયું હોય તેવા સર્જનાદિ કોઈપણ ધટના ક્યારેય બનતા નથી, આ રીતે જ્ઞાતૃત્વને કર્તુત્વ ઈશ્વરમાં ઘટે છે. વળી પૂર્વે જણાવ્યું તે મુજબ ત્રણ ગુણધર્મોના રૂપક તરીકે પણ, ઈશ્વરને કર્તા માની શકાય. અથવા બીજી અપેક્ષાએ પણ ઈશ્વર કર્તુત્વ ઘટી શકે છે. વિશ્વના છ દ્રવ્યોમાં જીવને કર્તા કહયો છે, અને બાકીના અકર્તા (કારણ) કહયા છે. આ જગતમાં ક્યાંય પણ, કોઈપણ કાર્ય બને છે-નગર, મકાન આદિનું સર્જન કરનાર મનુષ્યાદિ જીવ છે. વૃક્ષાદિને પણ બીજનો જીવ બનાવે છે વિગેરે. જયાં ક્યાંય કોઈપણ કાર્ય ઘટે ત્યાં મોટે ભાગે કર્તા જીવ જ હોય છે. આ જીવ દ્રવ્ય જ્ઞાનાદિ ઐશ્વર્ય સંપન્ન હોવાથી તે ઈશ્વર છે, અને આ રીતે (વસ્તુતત્ત્વને જોવા-સમજવાના જુદા-જુદા દૃષ્ટિકોણના ભેદો મળે આ પ્રકારના દૃષ્ટિકોણથી) ઈશ્વર કાર્ય માત્રનો કર્તા ઘટાવી શકાય છે. જૈન શાસ્ત્રોમાં, સંસારના સર્વ વ્યવહારોના અને ધર્મના સૌ પ્રથમ પ્રવર્તક, પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનને જણાવ્યા છે. તેના પરથી પણ જગતના કર્તા ઈશ્વરની કલ્પના પ્રચલિત બની સંભવે છે. આ પૃથ્વીતલ ઉપર જ્યારે દૈવીકલ્પવૃક્ષો દ્વારા મનુષ્યો એક સરખુ સુખમય જીવન વીતાવતા હતા, પરંતુ જીવનમાં વ્યક્તિત્વના વિકાસ અને આત્માના વિકાસને અનુરૂપ દેશ, સમાજ, કુટુંબ વ્યવસ્થારૂપ સંસ્કૃતિ અને ધર્મનું અસ્તિત્વ ન હતું. તે પછી કાળચક્રના ક્રમ મુજબ પરિવર્તન થતાં સંસ્કૃતિ અને ધર્મ સ્થાપનાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે, સંસ્કૃતિ અને ધર્મના સૌ પ્રથમ સ્થાપક નાભિપુત્ર ઋષભ, પ્રથમરાજા અને પ્રથમતીર્થકર થયા હતા. તેનો વેદશાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. ભગવાન મહાવીરસ્વામીએ પણ વેદને માનનારા ગૌતમગોત્રીય ઇન્દ્રભૂતિ બ્રાહ્મણને વેદના જે પદથી, તેમને - જીવ છે, કે નહિ, તેવી શંકા હતી, તે જ વેદના પદનો સાચો અર્થ કરી બતાવી, તે શંકા દૂર કરી હતી. સ્યાદ્વાદ સિદ્ધાંતમાં જુદા જુદા દૃષ્ટિકોણથી યથાયોગ્ય બધી જ માન્યતાઓનો સંગ્રહ છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy