SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન મનુષ્ય-પશુ – વનસ્પતિ – નિગોદ – નરકાદિ અવસ્થાઓ કર્મના સંયોગથી સર્જાય છે. આ અવસ્થાઓમાં આત્મા સ્વરૂપે અખંડ-સ્થિર જ હોય છે, જે અંતે કર્મ સંયોગનો નાશ થતાં – પરમશુદ્ધ - મોક્ષરૂપ આંતરિક કર્મરહિત અવસ્થાને પામે છે. બાકીના દરેક પદાર્થોમાં દરેક સમયે ઉત્પત્તિ-નાશ અને સ્થિરતાની પ્રક્રિયા સૂક્ષ્મ રૂપે, આંતરિક રીતે તો સતત ચાલુ જ છે. આત્રિગુણસ્વભાવ સર્વપદાર્થોમાં અત્યંત વ્યાપક છે. ઈશ્વર અને જગત્ કર્તુત્વઃ બ્રહ્મા - મહેશ અને વિષ્ણુ, આ પ્રચલિત ઈશ્વરના ત્રણ સ્વરૂપની પ્રસિદ્ધિ, આ જ ત્રિપદીને આબેહૂબ અનુસરે છે. બ્રહ્માનું સ્વરૂપ ઉત્પત્તિનું કાર્ય કરે છે, મહેશનું સ્વરૂપ નાશનું કાર્ય બજાવે છે, અને વિષ્ણુનું સ્વરૂપ જગતની- સર્વ પદાર્થોની સ્થિતિ જાળવી રાખે છે. આ ત્રણ સ્વરૂપો પદાર્થોના ત્રણ ગુણધર્મોના રૂપક માનવા જોઈએ. ત્રણ ગુણધર્મો વિના પદાર્થ અસ્તિત્વ જ ન જાળવી શકે. ત્રણે ગુણધર્મો દરેક પદાર્થમાં સતત સક્રિય છે. જૈનશાસ્ત્રોમાં સૃષ્ટિના સર્જક કે સંચાલક રૂપે કોઈ એક ઈશ્વર વ્યક્તિને માન્યા નથી, પણ અન્ય રીતે માન્યા છે. ધર્મશાસનના સ્થાપક, ઉપદેશક, અને જગતના સર્વભાવોના પ્રકાશક, વિશિષ્ટ કોટિના આત્માઓ એવા, શ્રી તીર્થંકર પરમાત્માઓ, અને પોતાના શુદ્ધ સ્વરૂપથી જગતના જીવોને આલંબનભૂત બનનારા અનંત સિદ્ધ પરમાત્માઓ, આ બે સ્વરૂપે ઈશ્વર માન્યા છે. કોઈ એક ઈશ્વરવ્યક્તિને સૃષ્ટિના સર્જક નહિ માનવા છતાં, સૃષ્ટિની ઉત્પત્તિ, સંચાલન, અને નાશ વિગેરે અંગે બહુ સુવ્યવસ્થિત અને તર્કસંગત વ્યવસ્થા જૈનશાસ્ત્રોમાં બતાવી છે. જો કે જૈનશાસન અનેકાંતવાદી છે. તેથી અપેક્ષાએ જગતકર્તા ઈશ્વર ઘટે છે આત્માનું પરિપૂર્ણ ઐશ્વર્ય જેમણે પ્રાપ્ત કર્યું હોય, તે ઈશ્વર. તે અપેક્ષા પ્રમાણે શ્રી અરિહંત અને શ્રી સિદ્ધપર માત્માઓ ઈશ્વર છે. તેઓ જગતના સર્વ પદાર્થોના જ્ઞાતા અને દેખા છે. જગતમાં ક્યાંય પણ સર્જન, વિનાશ કે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy