SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ઉભયજન્ય સમજવો. - માત્ર પરમાણુંઓના “સંયોગથી નહિ પણ બંધથી સ્કંધ રચાય છે - કોઈ વાર એક આકાશ પ્રદેશમાં અનંતા પરમાણુઓ પણ પરસ્પર સંયોગવૃત્તિથી જ બંધાઈને નહિ) રહેલા હોય, તો સ્કંધ તરીકે ગણાતા નથી. પરંતુ પરસ્પર સ્નિગ્ધ-રૂક્ષ ગુણને કારણે બંધાકારે પરિણામ પામ્યા હોય તો જ સ્કંધ તરીકે ગણાય. પ્રશ્નઃ સંયોગ અને બંધ આ બેમાં વિશેષતા શું છે? ઉત્તરઃ અવયવો (પરમાણુઓ) એક બીજાથી નિરન્તરપણા વડે જ, માત્ર રહેલા હોય, તે સંયોગ કહેવાય. અને તે જ અણુઓ જો અન્યોન્ય એકબીજા સાથે અંગાંગી સ્વરૂપે (એકરસ થઈને) જોડાઈ જાય તો તેને બંધ કહે છે. જેમકે અનાજના લોટના ઢગલામાં, તે લોટના કણો ફક્ત એકબીજાની નજીક રહેલા છે. એકબીજા સાથે કોઈ બંધન નથી, સ્વતંત્ર છે, તેને સંયોગ કહેવાય. જ્યારે તે જ લોટમાં પાણી નાખી પિંડ બનાવામાં આવે ત્યારે તે કણિયા સ્વતંત્ર નથી. પરંતુ બંધાઈને અંગાંગીભાવ રૂપે, એક અલગ સ્કન્ધ બની જાય છે. તે બંધ કહેવાય. – અસત્ય એ આડંબર છે, સત્ય તો સાક્ષાત્ પીતાંબર છે. -> વિલાસપ્રિય અસત્ય, સંતતિ નિયમન સ્વીકારતું નથી. તેનો પરિવાર બહોળો હોય છે, એક જૂઠાને ઢાંકવા બીજા હજાર જૂઠાને શરણે જવું પડે છે. - સંયમી સત્ય, બ્રહ્મચર્ય પાળે છે. તે સ્વયંમાં જ પૂર્ણ છે. - સત્ય માણસની આત્મશક્તિ વધારે છે. અસત્ય ઉધઈની માફક કોરી ખાય છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy