SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન - ૧૦% અને arc lampનું વર્તમાન વિદ્યુતૂ દીવાનું સામર્થ્ય ફક્ત ૭ ૧૫% (ટ્યુબ લાઈટના દીવામાં આ સામર્થ્ય ૬૦ ટકા સુધી છે.) બીજા શબ્દોમાં ૭થી ૧૫% ઊર્જા જ પ્રકાશમાં રૂપાંતર થાય છે. બાકીની ગરમીના સ્વરૂપમાં દેખાય છે. તેથી આ સાધનોમાંથી મળતી ઉર્જામાં, પ્રકાશ કરતાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે. જે આતપ સાથે સરખાવી શકાય. સૂર્યના વિષયમાં આ જ વસ્તુ છે. જ્યાં કિરણોત્સર્ગના ૩૫% જ પ્રકાશના સ્વરૂપમાં દેખાય છે. આગિયાના કીડાના શરીરમાં રહેલા નાના દીવાનું સામર્થ્ય ૯૯% હોય છે. બીજા શબ્દોમાં આગીયાના કીડામાંથી નીકળતા પ્રકાશમાં ૯૯% પ્રકાશનાં કિરણો અને ૧% ગ૨મીના કિરણો છે, જે ઉદ્યોતની સાથે સરખાવી શકાય. આ વસ્તુ જૈનશાસ્ત્રોમાં બતાવેલા આતપ અને ઉદ્યોતના અર્થની સમાન છે. ૨૮૦ આત્માની યોગ્યતા વિકસાવવાનો રાજમાર્ગ (૧) સ્વદોષ દર્શન. (૨) પરગુણ અનુમોદન. અને (૩) પરમાત્માનું શરણ ગમન. → છ પ્રકારના મનુષ્યો (૧) અધમાધમ - આલોક અને પરલોકમાં દુઃખ આપનારા કાર્યો કરે (૨) અધમ :- આલોકમાં સુખ આપનારા કાર્યો કરે (૩) વિમધ્યમ-ઉભયલોકમાં સુખ આપનારા કાર્યો કરે (૪) મધ્યમ :- કેવળ પરલોકના સુખ માટે સારી ક્રિયા કરે (૫) ઉત્તમ :મોક્ષ માટે જ પ્રયત્ન કરે. સાધુ, સાધ્વી શ્રાવક, શ્રાવિકા (૬) ઉત્તમોત્તમ ઃ- પોતે કૃતકૃત્ય બની અન્ય જીવોના કલ્યાણ માટે જ પ્રવૃત્તિ કરે – શ્રીતીર્થંકર ભગવાન - પૂ.આ.વિજયરામચન્દ્રપૂ. મ.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy