SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) સૂત્ર - ૨૦ - જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ ૨૪૫ [ (૪૩) સૂત્ર - ૨૦ - જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ -- બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે શો સંતાપ? બુદ્ધિ કર્મને અનુસરનારી છે. - કર્મપ્રભાવ સરળતાથી સમજવા અને જીવનમાં તટસ્થ (સમતા) ભાવ કેળવવા અઢળક કથા સાહિત્ય જૈનશાસ્ત્રોમાં રચાયું છે. કર્મસિદ્ધાંતની વ્યવસ્થાને વર્ગીકરણ કરીને અને નિશ્ચિતવ્યાખ્યાવાળા પારિભાષિક શબ્દોવડે વિસ્તૃત રીતે વર્ણવી છે. (સુવહુ વનવિત રોપગ્રહાશ !ારના) બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ?: જૈનતત્ત્વજ્ઞાનમાં દર્શાવેલ કર્મવાદની વિગત જોઈ. કર્મની સૂક્ષ્મશકિતના સંચાલનથી સંસારી જીવોના સઘળા પરિવર્તનો, અને પરિસ્થિતિઓનું નિર્માણ થયા કરે છે. કર્મપ્રભાવ સર્વત્ર વર્તી રહ્યો છે. સર્વકર્મમુક્ત શ્રીસિદ્ધપરમાત્માઓ સિવાયના સઘળા જીવો કર્મસહિત છે. આત્મા પર બંધાઈને ઉદયમાં આવેલા કર્મપુદ્ગલોના સ્કંધો, નિરપવાદ રીતે દરેકજીવને તેવી દશાનો અનુભવ કરાવે છે. એક સજઝાયકાર, પૂ. જીવ વિજયજી મ.સા.એ જણાવ્યું કે, કબીક હુઆ કાજી, કબીક હુઆ પાજી, કબીક હુઆ અપભ્રાજિ, કબીક કીર્તિ જગમેં ગાજી, સબ પુદ્ગલકી બાજી. સંસારી જીવને જીવનમાં કોઈકવાર કાજી (ન્યાયાધીશ)પણા જેવું સન્માન મળે, અને કીર્તિ જગતમાં ફેલાય. તો વળી બાહ્ય તેવા પ્રબળ કારણ વિના પણ, અસન્માનવાળી અવસ્થા અને અત્યંત અપકીર્તિ થઈ જાય. એ સઘળી કર્મપુદ્ગલની રમત છે. કર્મો, એ તમારી મન, વચન,
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy