SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રહસ્યોદ્ધાટન સહિતનું સુવ્યવસ્થિત નિરૂપણ ક્યાંય નથી. કર્મવાદના રહસ્યોને પૂરી રીતે નહિ સમજેલા હોવાથી ઈશ્વરવાદની માન્યતા બીજા દર્શનોમાં છે. - આત્મા પોતે જ કર્મ બાંધે છે, અને આત્મા પોતે જ કર્મખપાવે પણ છે. આપણે જીવનમાં સુખ, દુઃખાદિ પામીએ છીએ તે કોઈ વિધાતાના લેખ નથી, કે ઈશ્વરનું નિર્માણ (Predestination) નથી. આ સૂત્રમાં જણાવેલ સુખ, દુઃખ, જીવન અને મરણ પીદ્ગલિક છે. જન્મથી માંડીને મરણ પર્યન્ત સુધીમાં ક્ષણે ક્ષણે, પળે પળે, દિવસ, પક્ષ, માસ, વર્ષ અને વર્ષોવર્ષ અનુભવતા રોગ, શોક, રાગ, દ્વેષાદિ અને શારીરિક, માનસિક, આર્થિક, સામાજીક, કૌટુંબિક, ધંધાકીય, રાજકીય ઇત્યાદિ અઢળક અનુભવોમાં બાહ્ય જણાતા મહેનત, બુદ્ધિ, આયોજન સઘળા પરિબળોની ઉપરવટ એક આંતરિક પરિબળ સતત સક્રિય છે, તે તમારું પૂર્વકતકર્મ છે. કાર્ય-કારણની વ્યવસ્થાના સંતુલનવડે સઘળું ચાલે છે. જમા-ઉધાર આપમેળે થયા કરે છે. તમારું હોય તે તમને અવશ્ય મળે છે, ન હોય તે ક્યારેય મળતું નથી. પાંચ સમવાય કારણ જૈનતત્ત્વ-જ્ઞાનમાં બતાવ્યા છે તેમાંનું કર્મ એ મહત્ત્વનું કારણ છે. આપણે જે વિશ્વમાં છીએ તેના કુદરતી અને નિશ્ચિત કાયદાઓ છે. તેના સંચાલનમાં અને તે વિશ્વમાં ઘટતી ઘટનાઓ પાછળ એક ચોક્કસ નિયંત્રણ છે. તે નિયંત્રણ કક્ષા સિદ્ધાંતોને આધારે વર્તી રહ્યું છે તેનાથી આપણે અજ્ઞાત છીએ. અને તે જ સઘળી વિષમતાઓનું મૂળ છે. Ignorance of law is not escape (કાયદાનું અજ્ઞાન એ આપણને સજાથી બચાવી શકતું નથી.) કર્મસિદ્ધાંતોની અજ્ઞાનતાથી, કે અશ્રદ્ધાથી કર્મબંધ થાય છે. અજ્ઞાની આત્મા પોતે જ કર્મ બાંધી દુઃખ પામે છે. જો તે આ કર્મસિદ્ધાંતની કાર્યકારણ વ્યવસ્થામાં શ્રદ્ધાળુ બની, દેવ-ગુરુને સમર્પિત બની, સાધના કરે તો, જ્ઞાની બનેલો આત્મા પોતે જ કર્મ ખપાવે છે, તેમજ સ્વયં મોક્ષપદ પામી અનંતસુખનો ભોક્તા બને છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy