SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન દ્રવ્યકર્મ છે. આ રીતે જોતાં ઉદયમાં આવેલા દ્રવ્યકર્મોને કારણે ભાવકર્મ (દોષો) થાય છે, અને ભાવકર્મની પરવશતાથી નવા દ્રવ્યકર્મો ઉપાર્જન થતા રહે છે. દ્રવ્યકર્મ (રૂપકાર્ય)નું કારણ ભાવકર્મ છે, અને ભાવકર્મ (રૂપકાર્ય)નું કારણ દ્રવ્યકર્મ છે. આ રીતે પરસ્પર કાર્ય-કારણ ભાવ જાણવો. બંનેની પરંપરા અનાદિકાલીન છે. ટૂંકમાં આત્મા સાથે બંધાતા અને બંધાયેલા ૮ સત્તા (Stock)માં પડેલા કર્મો તે દ્રવ્યકર્મો, અને રાગાદિ દોષો રૂપ આત્માની મલિનતા તે ભાવકર્મ. → જગતના દરેક ધર્મો કર્મને માને છે ઃ બૌદ્ધદર્શન - સંસ્કાર, વાસના કે અવિજ્ઞપ્તિ કહે છે. સાંખ્યદર્શનપ્રકૃતિ, વેદાંત-માયા કે અવિઘા, ન્યાય વૈશેષિકદર્શન-અર્દષ્ટ, મીમાંસક અને યોગદર્શન-અપૂર્વ જૈનદર્શન-કર્મ (દ્રવ્યકર્મ અને ભાવકર્મ). જૈનતત્ત્વજ્ઞાનમાં બહુ વિસ્તૃત અને વિગતવાર કર્મના સિદ્ધાંતને સમજાવ્યો છે. કર્મસિદ્ધાંતની પરિભાષાના મુખ્ય શબ્દોના અર્થને સમજી લઈએ. → બંધ, ઉદય, અબાધાકાળ, સત્તા, નિર્જરા : - ‘બંધ’ :- કાર્મણવર્ગણાના જે પુદ્ગલસ્કંધો આત્મા સાથે સંબંધ પામે, એટલે કે એકરસ૫ણાવડે બંધાય તેને ‘બંધ’ કહે છે. ‘બંધ’ના ૪ પ્રકાર બતાવ્યા છે. (૧) પ્રકૃતિ બંધ :- આત્મા પર બંધાયેલું કર્મ કાળાંતરે શું અસર નિપજાવશે ? એટલે કે આત્માના ૮ ગુણમાંથી કયા ગુણનો અવરોધ ક૨શે ? આવો તેનો સ્વભાવ (Nature-quality) નક્કી થાય તેને ‘પ્રકૃતિબંધ’ કહે છે. તેના મૂળ ૮, અને પેટાભેદ ૧૫૮ છે. (૨) ‘સ્થિતિ બંધ’ :- બંધાયેલું કર્મ આત્મા પર કેટલો સમય રહેશે ? તે નક્કી થાય છે તેને ‘સ્થિતિબંધ’' (Time duration, કે expirydate) કહે છે. (૩) ‘રસબંધ’ આત્મગુણને રોકવાની કે શુભાશુભ ફળ આપવાની તે કર્મની તીવ્રતા (intensity) કેટલી હશે ? તે નક્કી થાય તેને ‘રસબંધ’ કહે છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy