SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) સૂત્ર - ૨૦:- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ ૨૪૧ | મોહનીય કર્મની ૨૮ ઉત્તરપ્રકૃતિઓના ઉદયથી મિથ્યાત્વ (તત્ત્વમાં અશ્રદ્ધા, પાપમાં અને સંસારમાં રસિકતા), અવિરતિ (પાંચઇન્દ્રિયોના ભૌતિકસુખો મેળવવા, ભોગવવા માટે આરંભ અને પરિગ્રહમાં પ્રવૃત્તિશીલતા), કષાય (અનુકૂળમાં રાગ પ્રતિકૂળતામાં વેષ અને ક્રોધાદિમાં રમણતા) પ્રમાદ (વિકથા, મનોરજેન વિગેરે નિરર્થક પ્રવૃત્તિ) વિગેરે આત્માની મલિનતાઓ થાય છે, મોહનીયકર્મ જનિત આ વિવિધ મલિનભાવોને ઓછા, વધતા જેટલા અંશે આત્મા વશ બને છે, તે મુજબના નૂતન મોહનીયકર્મની પ્રકૃતિઓને ઉપાર્જન કરે છે, તેમજ બાકીના બીજા સાતેય કર્મો અને તેની ઉત્તર પ્રવૃતિઓના શુભાશુભકર્મોને પણ ઉપાર્જન કરે છે. તે મધ્યે શુભકર્મબંધ થવામાં દયા, મૈત્રી, ભક્તિ, ધર્મ અને ધર્મીઓનો રાગ તેમજ પાપનો દ્વેષ, દોષનો દ્વેષ વિગેરે પ્રશસ્ત રાગ-દ્વેષ કારણ બને છે. અશુભ કર્મબંધમાં પૂર્વોક્ત અપ્રશસ્ત રાગ, દ્વેષ કારણ બને છે. તે કર્મો ફરી કાળાંતરે પરિપાક થતાં ઉપર જણાવ્યું તેમ શુભાશુભ અવસ્થાઓ, અને રાગ, દ્વેષાદિ મોહજનિત મલિન ભાવો કરે છે. પૂર્વોપાર્જિત કર્મથી રાગ, દ્વેષ અને રાગ-દ્વેષથી નૂતનકર્મો આ પરંપરા અનાદિકાળથી છે. ચરમાવર્તમાં જયારે આત્માનું તથાભવ્યત્વપાકે ત્યારે, શ્રી તીર્થંકરભગવાનના ઉપદેશ વચનોથી જાગ્રત બનેલો આત્મા, દર્શન, જ્ઞાન, ચારિત્રના આચારોથી વાસિત બનતાં ક્રમસર મોહની મલિનતાને દૂર કરી સર્વકર્મમુક્ત બની પરમપદ, સિદ્ધિપદને પામે છે. - દ્રવ્યકર્મ અને ભાવકર્મ: આત્મા સાથે એકરસપણાથી બંધાયેલા કાર્મણવર્ગણાના પુગલસ્કંધ તેને દ્રવ્યકર્મ કહે છે. આ દ્રવ્યકર્મોથી (પરિપાક થતાં, ઉદયમાં આવતાં) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, અને રાગ, દ્વેષ, ક્રોધાદિ કષાય વિગેરે દોષો આત્મામાં પેદા થાય છે, તે દોષોને “ભાવકર્મ કહે છે. આ દોષોને વશ થઈને આત્મા બીજા નવા કાર્મણવર્ગણાના પુદ્ગલસ્કંધોને બાંધે છે, તે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy