SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૫૮) કાળનું સ્વરૂપ અને વ્યાખ્યા સૂત્ર અને પેજ ૩૮-૩૩૪ ૦ કાળ વિનાનું વિશ્વ કલ્પી ન શકાય, બધું અલોપ થઈ જાય. • પાંચે ય દ્રવ્યનો સર્વસામાન્ય પર્યાય, તે નિશ્ચય કાળ. • કાળ બધાનો કોમન હોય છે, કોઈનો પ્રાઇવેટ નહિ. ૦ કાળના કાર્ય દ્વારા, કાળને સમજી શકાય છે. વ્યવહાર કાળ.૦ વ્યવહાર અને નિશ્ચય. નિશ્ચય કાળ. ૦ કાળ, પાંચ દ્રવ્ય જેવું, સ્વતંત્ર દ્રવ્ય નથી. (૫૯) કાળનું સ્વરૂપ સૂત્ર અને પેજ ૩૮-૩૪૧) ૦ કાળ, એ સમયનો પ્રવાહ છે. તે નિરંતર ચાલે છે. તે બગડતો કે સુધરતો નથી. ૦ મારો, તમારો કે સારો, ખરાબ કાળ વિગેરે ઔપચારિક રીતે ઘટે છે. બીજા દ્રવ્યો કરતાં કાળ વિલક્ષણ છે. ૦ દરેક કાર્યની સિદ્ધિમાં કાળ, એક કારણ ઘટક છે. (૬૦) કાળનું પ્રમાણ સૂત્ર અને પેજ ૩૯-૩૪૬ • કાળના સઘળા ભેદોનો પ્રારંભિક એકમ-અવિભાજ્ય અંશ-સમય.૦ ૬ પ્રકારના પલ્યોપમ કાળનું સ્વરૂપ.૦ ૬ પ્રકારના સાગરોપમ કાળનું સ્વરૂપ.૦ આધુનિક વિજ્ઞાન મુજબ કાળનું વર્ણન. ૦ મીલી, માઇક્રો, નેનો, પીકો, ફેખો, એટો, અને પ્લાન્કસેકન્ડ. ૬૧) ગુણની વ્યાખ્યા પરિણામની વ્યાખ્યા. સૂત્ર અને પેજ ૪૦-૪૧-૩૫૩ • કોઈ દ્રવ્ય, ગુણ વગરનું નથી. પરંતુ ગુણ ગુણ વગરના છે. ૦ ગુણને ઓળખાવવા બીજા ગુણની જરૂર પડતી નથી. ૦ દરેક દ્રવ્યમાં વિશેષ ગુણ અને સામાન્ય ગુણ હોય છે. ૦ ગુણો સદા સ્થાયી હોય છે, પર્યાયો બદલાયા કરે છે. જીવમાં જ્ઞાનાદિ ગુણો સ્થાયી છે, ઉપયોગાદિ પર્યાયો બદલાયા કરે છે. ૦ સૂત્ર-૨૯, ૩૦, ૩૧ અને ૪૦ની સંકલના. પરિવર્તનોનો સ્થાયી આધાર. • જ્ઞાનગુણ, એ આત્મદ્રવ્યની મોનોપોલી છે. (૬૨) પરિણામના બે પ્રકાર 1. આદિ ૨. અનાદિ સૂત્ર અને પેજ ૪૨-૪૩-૩૬૧ ૦ સઘળા દ્રવ્યોના, ભૂતભવિષ્યના સઘળા રૂપાંતરો, પરિણામ છે. ૦ ભૌતિક પદાર્થનું કોઈપણ રૂપાંતર હોય, તેની શરૂઆત હોય છે. વિશ્વના સઘળા પુદ્ગલના પદાર્થોમાં જોડાવાની અને વિખરાવાની ક્રિયા એકક્ષણ પણ અટક્યા વિના સતત ચાલુ છે. • દૃષ્ટિકોણભેદથી બધા દ્રવ્યોમાં, બંને પરિણામ ઘટે છે. • રૂપાંતરો અનાદિકાળથી થયા કરે છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy