SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ (૩૫) દારિક શરીરની જટિલ રચના સૂત્ર અને પેજ ૧૯-૧૯૦ ૦ લાખો જીવોમાંથી અતિપ્રબળ પુણ્યકર્મવાળો જીવ, ગર્ભની પ્રક્રિયામાં આગળ વધીને, વધુ શરીર વિકાસ કરીને જન્મે છે. શરીર રચના, ખોરાકનું પાચન અને ક્રમસર વિકાસ આદિ, જીવની અવ્યક્ત શક્તિ વડે સતત શરીરમાં થયા કરે છે. જન્મ પામીને પડદામાંથી રંગભૂમિ પર આવ્યો, એટલે જીવ બધું ભૂલી, રંગરાગમાં પડી જીવન વેડફી નાંખે છે. (૩૬) દારિક શરીરની પર્યાતિઓ સૂત્ર અને પેજ ૧૯-૧૯૬) • “જીવ’ અને ‘કર્મ જ ભૌતિક શરીરની રચનામાં નિયામક છે. • માનવીય પ્રયત્નો દ્વારા આ અભુત કોટિના શરીરયંત્રની રચના કરવી શક્ય નથી. એ કરામત કર્મની છે. (૩૭) (૨) વૈક્રિય શરીર-દેવી શરીર સૂત્ર અને પેજ ૧૯-૨૧૦ ૦ (૨) વૈક્રિયશરીર ૦ રૂધિર, ચરબી, માંસ, હાડકા આદિ વિનાનું વૈક્રિયશરીર દેવોનું અને નારકોનું હોય છે. દેવોનું જીવન પુણ્યાનુબંધી પુણ્યથી મળતું દેવજન્મનું વૈક્રિયશરીર સાધના માર્ગની મુસાફરીમાં વિસામા જેવું છે. (૩૮) (૩) આહારક (૪) તૈજસ અને (૫) કાર્મણ શરીર સૂત્ર અને પેજ ૧૯-૨૦૯) ૦ શરીરની ગરમી અને ખોરાકનું પાચન વિગેરે તૈજસ શરીરનું કાર્ય છે. ૦ માનવનું અભૂતશરીર તો દૂર રહો, એક માખી મચ્છર કે કીડાનું શરીર પણ, તેની આનુવંશિક યોનિ અને કર્મવાળા જીવ વિના નિર્માણ ન થઈ શકે. (૩૯) શબ્દ, એ પુદ્ગલનો પ્રકાર છે. સૂત્ર અને પેજ ૧૯-૨૧૭) ૦ શબ્દની ઉત્પત્તિ ભાષાવર્ગણાના પુગલસ્કંધોના પ્રકંપનથી થાય છે. ૦ હજારો માઈલો દૂરનો શબ્દ, વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા અહીં લાવીને, તુરંત સાંભળી શકાય છે. ૦ ધ્વનિના તરંગોથી શરીરને લાભ, અને નુકશાન પણ થાય છે. ૦ ધ્વનિના તરંગોથી માણસ, પશુ અને વનસ્પતિના પણ રોગોમાં ઉપચાર થાય છે.. (૪૦) મન, અને વિચાર પણ પીદ્ગલિક છે. સૂત્ર અને પેજ ૧૯-૨૨૪ ૦ ૭મી મનોવર્ગણાના પુદ્ગલસ્કંધોને મન:પર્યાપ્તિ વડે ગ્રહણ કરીને, પરિણાવીને, છોડવા તે વિચાર છે. ૦ શબ્દની જેમ, મનના વિચારના પુદ્ગલોને પકડીને અંકન કરાય તો, મનના વિચાર પણ ચિત્ર દ્વારા જોઈ શકાય. • અનુત્તરવાસી
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy