SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) સૂત્ર - ૧૭ - ધર્મ, અધર્મદ્રવ્ય, અને ગુરુત્વાકર્ષણ. ૧૬૭ મુજબ કામ કરતું હોય, પરંતુ આ સાધન ભૌતિક(મૂત) છે કે અભૌતિક (અમૂત) છે તે વિચાર મેં મારા વાચકો પર છોડ્યો છે.) ન્યૂટન ગુરુત્વાકર્ષણને ખેંચાણનું બળ કહે છે, અને તેને સક્રિય થવા માટે અન્ય માધ્યમની કલ્પના કરવી પડે છે. આઈન્સ્ટાઈન ગુરુત્વાકર્ષણના કારણને બિનભૌતિક (અમૂત) અને નિષ્ક્રિય માને છે. આ રીતે તે કારણ જૈનના ગતિસહાયક દ્રવ્ય, ધર્માસ્તિકાયની બિલકુલ નજીકનું છે. જો કે, જૈનશાસ્ત્રો મુજબ ગુરુત્વગુણ ખેંચાણનું બળ નથી, પણ પુદ્ગલદ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. અને તે વસ્તુઓને નીચે પડવાનું કારણ છે. શ્રી તત્વાર્થ સૂત્ર પ-૨૩ ઉપર શ્રી સિદ્ધસેનગણિની ટીકામાં अधोगमनहेतुर्गुरुः प्रायस्तिर्यगूर्ध्वगमनहेतुर्लघु... અર્થ :- પુદ્ગલપદાર્થના અધોગમનનું કારણ ગુરૂગુણ છે અને તિર્યમ્ (ત્રાંસુ) ગમનનો હેતુ લઘુગુણ છે. Hensow Ward-l DLGETHİ Gravitation is an absolute mystry. We can not guess at any explanation of its nature. If we call it a force of attraction, we are not saying anything. We cannot concive how a force can act at a distance without any medium through which to act or how the force can act instantaneously or what could propagate it. (ગુરુત્વાકર્ષણ સંપૂર્ણ રહસ્ય છે. તેના સ્વરૂપના કોઈ પણ નિર્ધારણ પ્રત્યે આપણે નિશ્ચય કરી શકતા નથી. જો આપણે તેને ખેંચતાણનું બળ' કહીએ તો આપણે કંઈ કહેતા નથી. આપણે સમજી શકતા નથી કે દૂરથી કોઈ પણ બળ, એવા માધ્યમ કે જેમાંથી તેને કાર્ય કરવાનું છે તેના વિના કેવી રીતે કાર્ય કરી શકે, અથવા તે બળ સતત કેવી રીતે કાર્ય કરી શકે, અથવા તેને કોણ ફેલાવી શકે?) | વિજ્ઞાન ગતિના માધ્યમ ઈથરની જેમ, સ્થિતિના અલગ માધ્યમના સ્વીકાર પર આવ્યું નથી. જો જૈન દૃષ્ટિકોણ સ્વીકારવામાં આવે તો આ મુદ્દો સ્પષ્ટ થઈ જાય. વિશેષ વિવેચન હવે પછીના લેખમાં.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy