SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કેલિફોર્નિઆ દ્વારા ૫૦૦ નિરીક્ષણો ૧૦ દિવસ ૨૪ કલાકના નોંધવામાં આવ્યા હતા. જર્મનીમાં Tomaschek દ્વારા પણ પ્રયોગો કરાયા હતા. Nature of the physical world માં આ વિષયની મહાનહસ્તિ A.S. Eddington કહે છે. (આનો અર્થ એ નથી થતો કે ઇથરનું ઉન્મેલન થાય છે. ઇથર જરૂરી છે...છેલ્લા સૈકામાં તેવું વ્યાપક રીતે માનતું કે ઇથર તે પુગલનો પ્રકાર છે. તેને સામાન્ય પુદ્ગલની માફક સખતતા અને ગતિ જેવા ગુણો છે. આ દૃષ્ટિકોણ કયારે અસ્ત પામ્યો તે કહેવું મુશ્કેલ છે. વર્તમાનમાં ઇથર અમૂર્ત (અરૂપી) એટલે પુદ્ગલનો પ્રકાર નથી તેમાં સંમત છે. બિનભૌતિક હોવાથી તેના ગુણધર્મો અનુપમ છે. તેને પોતાના નિશ્ચિત લક્ષણો હશે - બિનભૌતિક ઈથરનો મહાસાગર.) વૈજ્ઞાનિકોના આ સઘળા વિધાનો પર કોઈ વધુ વિવેચનની જરૂર નથી. તેઓ અરૂપી એવા ધર્મ દ્રવ્યની માન્યતા તરફ જ લઈ જનારા છે. જૈન તત્ત્વજ્ઞાનમાં સદીઓથી બહુ સાહજિક રીતે ધર્મઅધર્મદ્રવ્યનું વિવેચન છે, અને તે પણ બહુ પરિપૂર્ણ રીતે છે. (જુઓ પૃ૨૩) વિવેચનથી એ વસ્તુ સ્પષ્ટ થશે કે, ધર્મ અને અધર્મ બંને દ્રવ્યોથી જ વ્યવસ્થા ઘટી શકે છે. અનાદિકાળથી આ સુવ્યવસ્થિત વ્યવસ્થા છે. ધર્માસ્તિકાય અને ગુરુત્વાકર્ષણ - Letters to Bentellyમાં ન્યૂટને કહ્યું છે. You some times speak of gravity as essential and inherent to matter. Pray do not ascribe that notion to me; for the cause of gravity is what I do not pretend to know and therefore would take more time to consider it. (ગુરુત્વાકર્ષણ શું છે? તે જાણતો હોવાનો હું દાવો કરતો નથી તેને માન્યતા આપવા માટે ઘણો સમય જોઈશે) “Gravity must be caused by some agent, acting constantly according to certain laws, but this agent be material or non material. I have left to the consideration of my readers” (ગુરુત્વાકર્ષણ કોઈ સાધનને કારણે હોવું જોઈએ, જે સતત નિર્ધારિત નિયમો
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy