SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) સૂત્ર - ૧૫:- આત્મા શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલો છે. ૧૫૧ આંગળી (અંગુલ) જેટલી પહોળાઈમાં પણ અસંખ્ય આકાશ પ્રદેશો સમાય છે. પરંતુ તે આકાશપ્રદેશોનું પ્રમાણ લોકાકાશના સર્વ આકાશ પ્રદેશોના અસંખ્યાતમા ભાગે જ થશે. હજુ આગળ. તે અસંખ્ય આકાશ પ્રદેશ ધરાવતા અંગુલના, બુદ્ધિવડે અસંખ્ય ટુકડા (ખંડ) કલ્પીએ તો તેમાંના એક ટુકડા (ખંડ)માં પણ અસંખ્ય આકાશપ્રદેશો હોય. આવા એક ખંડ જેટલી એક જીવની જઘન્ય અવગાહના હોય છે. અર્થાત્ આ એક અંગુલનો અસંખ્યાતમો ખંડ (ટુકડો) જેટલી જગાને રોકે, તેટલી જગા એક જીવ જઘન્યથી રોકે. આટલી નાની અવગાહના (શરીરનું કદ) સૂક્ષ્મ-નિગોદમાં રહેલા જીવોની હોય છે. બીજા જીવોની તેથી વધુ હોય છે. • પ્રશ્ન - ઉત્કૃષ્ટથી કેટલી હોય ? ઉત્તર ઃ કોઈ જીવની બે ખંડ જેટલી, કોઈની ત્રણ, ચાર એમ વધતાં વધતાં અસંખ્ય ખંડ જેટલી અવગાહના પણ હોય. આ અસંખ્ય ખંડની અવગાહના પણ લોકાકાશના સર્વપ્રદેશોની સરખામણીમાં જોવા જાવ તો, તેના અસંખ્યાતમા ભાગે જ હોય, તેથી વધુ ન હોય. જે અંગુલમાં ગણવા જઈએ તો સંખ્યાતા અંગુલ (અમુક માઈલ) થાય. શાસ્ત્રોમાં જીવની ઉત્કૃષ્ટ અવગાહના (વધુમાં વધુ ઊંચાઈવાળું શરીર) ૧૦૦૦ યોજના (૧ યોજન = ૮ માઈલ) કહી છે, તે વનસ્પતિના કમળના જીવની હોય છે, તેનું મૂળ ૧૦00 યોજન ઊંડા સમુદ્રના પાણીમાં ઊંડે, અને તેની નાળ ઊંચે પાણી ઉપર આવેલા કમળ સુધી હોય છે. તેવા કમળમાં આટલું શરીર સંભવે. બાકી તે સિવાયના જીવોનું આટલું શરીર ન હોય.) મનુષ્યનું વધુમાં વધુ શરીર ૩ ગાઉ (૬ માઈલ, આશરે લા કિ.મી.) ૧લા આરામાં હોય છે. જળચરોમાં મસ્યનું તેથી પણ વિશાળ (૧000 યોજન) શરીર હોય. શાસ્ત્રોમાં પ૬૩ જીવોના પ્રકારોમાં શરીરની જઘન્ય, અને ઉત્કૃષ્ટ ઊંચાઈ, જુદા જુદા કાળમાં જુદી જુદી વિગતવાર બતાવી છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy