SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) સૂત્ર-૧૪:- પુદ્ગલનો ચમત્કારી ગુણધર્મ ૧૪૯ દુરુપયોગ થાય છે, તેમાં સુધારો અવશ્ય જરૂરી છે. તે ત્યારે જ શક્ય બને કે જ્યારે ધર્મનું આચરણ કરનારા અનુયાયીઓ સુશ્રદ્ધાળુ ને તત્ત્વજ્ઞાની બને. જૈન તત્ત્વજ્ઞાને વિશ્વની સુંદર અને સુસંગત વ્યવસ્થા પણ બતાવી છે, અને, મોક્ષમાર્ગની ઉપાસના પણ, બહુ જ તર્કબદ્ધ રીતે સમજાવી છે. જ્યાં અશ્રદ્ધા, કે અંધશ્રદ્ધામાં ખેંચાયા વિના, જીવ સુશ્રદ્ધાળુ બને છે. કલિકાલ સર્વજ્ઞશ્રીએ આને લગતી બહુ સુંદર રજૂઆત કરી છે. श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश तत् । વૈચ્છીશન સામ્રાજ્યમેoછ– તાવ | (શ્રીવીતરાગસ્તોત્ર) અર્થ : ધર્મોપદેશક વક્તા બુદ્ધિશાળી હોય, અને શ્રોતા સુશ્રદ્ધાળુ હોય તો, હે પ્રભુ! કલિકાલમાં પણ તારું શાસન એક છત્રી વર્તે છે. સૂરિરામની એવી વાણી જૈન તત્ત્વજ્ઞાનની ખાણી – શાસ્ત્રમુજબ પોતે ચાલે અને સૌને ચલાવે તે જ્ઞાની. સાધુના ભગત અનેક હોય, પણ સાધુ તેમનો ભગત ન હોય અને સાધુને પણ જો પોતાના ભગત બનાવવાની ઈચ્છા થાય તો સાધુતા હાલવા માંડે. શાસ્ત્રકેવળ સાંભળવા માત્રથી કલ્યાણ નથી કરતું પણ, સાંભળેલું જશે, યથાશક્તિ અમલમાં આવે, અને જેટલું અમલમાં ન આવે તેનું દુઃખ થાય, તો જ કલ્યાણ કરે. – મૈત્રી એટલે “શેકન્ડ' વિગેરે બાહ્યાડંબર કરવો એ નહિ, પણ મૈત્રી એટલે પરનું હિત વિચારવાનું. -> થોડું ભણેલો પણ સંયમી હોય તો એ મહાજ્ઞાની અને ઘણું ભણેલો પણ સંયમથી વિમુખ હોય, તો તે મહાઅજ્ઞાની.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy