SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૨૫) સૂત્ર-૧૩ :- ૧૪ રાજલોક → વિશ્વની ઉત્પત્તિ વિષે આધુનિક બે સિદ્ધાંતો -> લોકાકાશ =૧૪ રાજલોકનું વર્ણન . → મનુષ્યલોક અને કાળચક્ર → કલિયુગની સાર્થકતા. (ધર્માધર્મયો: સ્ટ્સે શા) પરિમિત લોકાકાશ, અને અનંત અલોકાકાશ વિષે જોયું. હવે લોકાકાશમાં જે વિશ્વ છે તેના અસ્તિત્વ, ઉત્પત્તિ આદિ વિષે આધુનિક વિજ્ઞાન અને જૈન તત્ત્વજ્ઞાન શું જણાવે છે ? વિગેરે જોઈએ. વિશ્વની ઉત્પત્તિ વિષે વર્તમાન બે સિદ્ધાંતો, અને જૈન તત્ત્વજ્ઞાન સાથે તેની સામ્યતા ઃ ખગોળશાસ્ત્રીઓ વિશ્વનું મૂળ શું ? એ પ્રશ્ને બે વિભાગમાં વહેંચાયેલા છે. એક બીગબેંગ થીયરીમાં માને છે, અને બીજો વિભાગ Continuous creation theoryમાં માને છે. જેને stady state theory પણ કહે છે. બીગ બેંગ થીયરી. મુજબ આશરે ૧૦૧૨ (Ten billion) ૧ લાખ ક્રોડ, અથવા ૫૦ હજાર ક્રોડ વર્ષ પહેલા પદાર્થનો અગ્નિના ગોળાની જેમ ધડાકો થઈને વિશ્વની શરૂઆત થઈ. લગભગ એક બિંદુમાંથી (શૂન્યમાંથી નહિ) શરૂઆત થઈ, તેને આદિકાલીન અંડ (primeval Egg), કે બ્રહ્માનું સોનેરી ઇંડું કહે છે. તેમાંથી કિરણપાતન પ્રસરવા લાગ્યું અને હજુ પ્રસારણ પામી રહ્યું છે. આવો એક સિદ્ધાંત છે. બીજો સિદ્ધાંત સ્ટેડી સ્ટેટ થીયરી છે. તે સૌ પ્રથમ બીટીશ વૈજ્ઞાનિકો Hermann Bondi અને Thomas Gold વડે ઈ.સ. ૧૯૪૮માં વિકસાવામાં આવ્યો. પાછળથી
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy