SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) સૂત્ર-૧૨ અને ૧૩ઃ- પરિમિતલોકાકાશ ૧૩૧ કોઈપણ પુગલની રચના (તેઓના આંતરિક બંધારણ) સ્વરૂપમાં ઉત્કૃષ્ટથી નિશ્ચિતપ્રમાણવાળા અસંખ્યાતકાળ સુધી સ્થિર રહી શકે છે. તે પછી તે પુગળ રચના અવશ્ય વિખરાઈ જાય છે. વિખરાયા પછી ઉત્કૃષ્ટથી નિશ્ચિતપ્રમાણવાળા અસંખ્યાત કાળમાં ફરી તે જ સ્વરૂપમાં તે પુદ્ગલની રચના રચાય છે. અર્થાત્ ફરી તે સ્વરૂપને પામે છે. ભૌતિક પદાર્થોનો બંધાવાનો અને વિખરાવાનો આ વિશિષ્ટ અને કુદરતી નિયમ છે. તે સર્વજ્ઞ સિવાય કોણ બતાવી શકે? “જૈન સગ્રંથોમાં બુદ્ધ અને મહાવીરના સમકાલીન એવા કેટલાક ધર્મગુરુઓ અને મગધના રાજાઓના નામ જણાવવામાં આવ્યા છે અને બુદ્ધ સગ્રંથોમાં મહાવીર, નિર્ગઠનાતપુત્ત (નિર્ગથજ્ઞાત પુત્ર) અને તેમનું અંતર્ધાન સ્થળ, પાવા' (પાવાપુરી) દર્શાવવામાં આવ્યું છે એટલે બંને જણા સમકાલીન અને સ્વતંત્ર હતા, એ વિષે શંકા નથી. ઘણીવાર બુદ્ધો, જૈનોને પ્રતિસ્પર્ધી સંપ્રદાય તરીકે ઉલ્લેખ છે. પરંતુ એવો કોઈ દિવસ ઉલ્લેખ કરતા નથી કે, આ સંપ્રદાય નવ સંશોધિત સંપ્રદાય હતો. આથી ઊલટું જે રીતે તેઓ તેને વિષે બોલે છે તે ઉપરથી એમ લાગે છે કે નિગંઠોનો (જેમને બંધન નથી) આ સંપ્રદાય બુદ્ધના સમયમાં ક્યારનોય પ્રચલિત થઈ ચૂક્યો હતો અથવા બીજા શબ્દોમાં સંભવતઃ એમ જણાય છે કે જૈન ધર્મ બુદ્ધ ધર્મ કરતાં ગણનાપાત્ર રીતે વધારે જૂનો છે. વળી બુદ્ધ એ જ્ઞાનની શોધમાં કેટલાક અનુભવો કર્યા પરંતુ મહાવીરની બાબતમાં આ ન હતું.” મહાવીરે નવા ધર્મના સંશોધન માટે અથવા પ્રચારાર્થે પ્રયત્નો કર્યા નથી. હકીકતમાં એમ પણ કહેવાય છે કે પોતાના જ્ઞાન સંશોધનમાં બુદ્ધ જૈન શ્રમણ સંઘમાં પણ પ્રવેશ કર્યો હોવો જોઈએ. (Jainism the oldest living religion Yerishiel) – મરણના વિચારથી રાગદોષ જાય છે. મોક્ષના વિચારથી દ્રષદોષ જાય છે. જો રાગ-દ્વેષ ઉપર વિજય ઇચ્છતા હોય તેને, મૃત્યુ અને મોક્ષનો વિચાર રસાયણ તુલ્ય છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy