SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) સૂત્ર - ૭ અને ૮ :- સંખ્યાના ૨૧ પ્રકાર (દરેકના પ્રમાણની સમજ નીચે આપેલ વિસ્તૃત વિવેચનથી સમજાશે.) [ ૩ ] અનંત - (Infintite) ૯ પ્રકાર (૧) ૧લું અનંત = જઘન્ય, પરીત્ત, અનંત (૨) ૨જુ અનંત = મધ્યમ, પરીત્ત, અનંત (૩) ૩જું અનંત = ઉત્કૃષ્ટ, પરીત્ત, અનંત (૪) ૪થું અનંત = જધન્ય, યુક્ત, અનંત (૫) ૫મું અનંત = મધ્યમ, યુક્ત, અનંત (૬) ૬ઠ્ઠું અનંત = ઉત્કૃષ્ટ, યુક્ત, અનંત (૭) ૭મું અનંત = જઘન્ય, અનંત, અનંત (૮) ૮મું અનંત = મધ્યમ, અનંત, અનંત (૯) ૯મું અનંત = ઉત્કૃષ્ટ, અનંત, અનંત (દરેકના પ્રમાણની સમજ નીચે આપેલા વિસ્તૃત વિવેચનથી સમજાશે.) [૧] સંખ્યાત :- (Numberable) ૩ ભેદ ૧૧૧ પૃ. ૧૦૬થી ૧૦૯ ઉપર વિસ્તૃત વિવેચનથી સમજાવ્યા છે. હવે તેના આધારે જ, અસંખ્યાતના ૯ અને અનંતના ૯, ભેદ સમજીએ. [ ૨ ] અસંખ્યાત :- (Unnumberable) તેના ૯ પેટા ભેદ છે. નામ યાદ રાખવાની સહેલી રીત : સૌ પ્રથમ ‘પરીત્ત’ ‘યુક્ત’ અને ‘અસંખ્ય’ ત્રણ ભેદ (પ્રકાર) કરી, તે દરેકના ‘જઘન્ય’ ‘મધ્યમ’ અને ‘ઉત્કૃષ્ટ' એમ ત્રણ ભેદ (પ્રકાર) કરવા. તેથી કુલ ૯ પેટાભેદ થશે. આ ૯ પેટા ભેદ ઉપ૨ કોઠામાં બતાવ્યા છે. આ નવેય ભેદો (પ્રકારો)ને તેના પારિભાષિક અને વિસ્તૃત શબ્દો દ્વારા બોલવા લખવામાં લંબાણ ન થાય માટે તેને ટૂંકમાં ૧લું અસંખ્યાત, ૨જુ અસંખ્યાત એમ ક્રમસર ઓળખાવાય છે. (જુઓ કોઠો પૃ. ૧૧૦)
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy