SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પ્રવેશ પામવા શક્તિમાન બનતા નથી. કાચ અને દર્પણવડે રચાયેલા પ્રતિબિંબો બે પ્રકારના હોય છે. (૧) અદૃષ્ટ પ્રતિરૂપ virtual Images (તર્ણ પરિણત્ છાયા) આરસીમાં દેખાતું પ્રતિબિંબ, તે અદૃષ્ટ પ્રતિરૂપ છે. તેમાં પ્રતિરૂપમાંથી કિરણો આવતા હોય તેવું દેખાય છે. તેમાં મુખના આકા૨ વર્ણાદિ જેમના તેમ જ દેખાય છે. પરંતુ ડાબી-જમણી બાજુઓ ઉલટી થયેલી દેખાય છે. (૨) યથાર્થ પ્રતિરૂપ (real Image) સિનેમાના પડદા પર દેખાતું યથાર્થ પ્રતિરૂપ છે. યથાર્થપ્રતિરૂપના કિસ્સામાં પ્રતિરૂપમાંથી વાસ્તવમાં કિરણો આવતા હોય છે. અસ્વચ્છ વસ્તુઓ ૫૨ પડતો પડછાયો તે આકૃતિરૂપ પ્રતિછાયા છે, તેને uninverted Images કહે છે. તેમાં ડાબી - જમણી બાજુ બદલાતી નથી સિનેમાના દશ્યો પણ એ મુજબ હોય છે. આ રીતે છાયાના પુદ્ગલો, યથાર્થ છબી અને પ્રતિબિંબના સ્વરૂપમાં રચાઈ જાય છે. પાણીના ફુવારા જેવા છાયાના પુદ્ગલો : બાદર પરિણામને પામેલા દરેક મૂર્તદ્રવ્યમાંથી ‘ફુવારામાંથી વહેતા પાણીની માફક' છાયાના પુદ્ગલો નીકળતા હોય છે. તે ભાસ્વર અને અભાસ્વર સ્વરૂપના હોય છે. શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર નામના આગમગ્રંથની ટીકામાં તેનો રોચક ઉલ્લેખ જોવા મળે છે. શબ્દ પણ પુદ્ગલનો પ્રકાર છે ઃ- (જુઓ પૃ. ૨૧૭થી ૨૨૨ અને ૨૭૫) : આપણને સંભળાતો શબ્દ, એ પણ પુદ્ગલનો એક વિકાર-પ્રકાર છે. જૈન તત્ત્વજ્ઞાનમાં બતાવેલી પુદ્ગલની ૨૬ વર્ગણા (વિભાગો)માંથી ઉપયોગમાં આવતી ૨જી ૪થી વગેરે વર્ગણામાંની ૧૦મી (ઉપયોગ આવતી ૮ મધ્યે, ૫ મી જુઓ પૃ ૪૮) ભાષાવર્ગણા છે. તેમાંથી શબ્દની ઉત્પત્તિ થાય છે. વાચાશક્તિ ધરાવતો જીવ, આ પુદ્ગલોને ગ્રહણ કરી શબ્દો રૂપે બનાવી, તેને છોડે છે . તેના તરંગો આસપાસ ફેલાય છે. તે જોઈ શકાતા નથી, કે વાયુની જેમ ત્વચા દ્વારા પણ અનુભવાતા નથી,
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy